________________
તારૂં અંતઃકરણ ના કહે તે કાર્ય ન કરીશ-તે માગે ન ચાલીશ. નિર્મળ અંતઃકરણમાંથી આવતે અવાજ એ જીવન પ્રભુને અવાજ છે, તેને માન આપ. તેના કહેવા પ્રમાણે ચાલ. તારી દષ્ટિને વિશાળ બનાવ. આ માયાને માર્ગ એ પ્રભુના માર્ગ વચ્ચે ઉભી કરેલી દિવાલ છે. તેને ભેદી નાખ. ઓળંગીને આગળ જા. ૧૨
ઓ મુસાફર ! ગમે તે જોખમે આ માયાના-વિષયને કહેવાતા મીઠા આસ્વાદનો ભેગ આપ. તારી વિશ્વવ્યાપી ઈચ્છાઓને કાપી નાખ. સ્નેહનાં બંધનેને તેડી નાખ. આ માયાવી દીવાલની પાછળ જ સીધી સડકને રાજ માર્ગ છે, ત્યાંથી જ તારે આગળ વધવાનો સરલ માર્ગ પ્રભુના દ્વાર તરફ જાય છે. ૧૩
આ દિવાલને એલંયા વિના તું આગળ જઈ શકે નહિ. અનેક છે અહીં આવીને અટકી પડે છે. કેટલાક તો અહીં આવ્યા પછી પોતાની આગળ વધવાની અશક્યતા સમજીને પાછા વળી જાય છે, પણ તું ગભરાતે નહિ તારા વિચારોને શુદ્ધ અને દઢ કર. માયાવી વિચારોની શંકરતાસેળભેળતા દૂર કર. ૧૪
એકજ દઢ નિશ્ચય. “હું અનંત શક્તિવાન્ આત્મા છું. આખા વિશ્વને ધ્રુજાવવાનું મારામાં બળ છે, માયાએ દૂર હઠી મને માર્ગ આપે જ જોઈએ.” આ વિચારમાં લીન થા. બીજું ભાન ભૂલી જા. સ્થિરતા વધાર. જેતે ખરે. આ સ્વાથી માયાવી અજ્ઞાનતાને કિલ્લે પ્રજવા લાગ્યો છે. અને