________________
૧૦૨
આગળને આગળ ઉંડે ને ઉડે પિતાના ઉપયોગને લંબાવતા જવુ તે પછીથી તે નાદ અનેક અવાજને સમેટી એક રૂપે થઈ રહે છે તે એક અવાજ પણ છેવટે ગુમ થઈ જાય છે. સાધક તેની શોધમાં તેની પાછળ સૂકમ ઉપયોગને--સુરતાને દોડાવે છે, તે નાદની શોધમાં ને શોધમાં દેહનું ભાન ભૂલીને તેમાં એક તાર થાય છે. ત્યારે નાદબિન્દુના રૂપમાં પરાવર્તન પામી જાય છે. આ બિન્દુ પ્રકાશરૂપ હોઈ આત્માના સ્વરૂપને એક સંદેશવાહક બને છે, અને છેવટે તે તેના પર પ્રભુ શુદ્ધ આત્માની સાથે ભેટે કરાવી તેમાં જ તે પ્રભુની સાથે એક થઈ જાય છે. ૨૧
પ્રકરણ ૧૩ મું.
સાધનાની શરૂઆત. મન સુધારવાથી વચન અને શરીર સુધરે છે. મન બગડવાથી બધું બગડે છે. શરૂઆતમાં બધા દુર્ગુણે મનમાં ઉત્પન્ન થાય છે, પછી વચન અને શરીરમાં હૃદયની દુષ્ટભાવનાઓ કાર્યરૂપે પ્રગટ થાય છે. ૧
મનને કેળવવા પ્રથમ આળસને દૂર કરવી અવશ્ય જરૂરની છે. આ પ્રથમ પગથી યું છે તેના ઉપર પગ મૂકયા વિના માળ ઉપર ચડાય જ નહિં. આળસ પ્રભુના માર્ગને કતે રસ્તે રેકે છે, અથવા રસ્તો ભૂલાવે છે. ૨