________________
૧૦૧
દૂર છે, જ્યાં સુધી આત્મા બહારની દુનિયા સાથેના સંબંધમાં આવવા ઈચ્છે છે ત્યાં સુધી તેની ઈચ્છાઓ હજી તૃપ્ત થઈ નથી. વિષયે તરફ પુરત કંટાળે ન આવે ત્યાં સુધી ખરા આત્મિક માર્ગની શરૂઆત થતી નથી. ૧૭.
રુચિ જાગૃત થયા પછી લીધેલું ભેજન પુષ્ટિકારક નિવડવા સાથે બળ આપે છે, તેમ અધ્યાત્મિકજ્ઞાનની ખરી ભૂખ લાગ્યા પછી તે માર્ગમાં પ્રવેશ કરવાથી ઘણી ઝડપથી આત્મા તે માર્ગમાં વિજયી નિવડે છે. આવા મનુષ્યએ આત્મદશા પ્રગટ કરવાને મળેલી તકને અમૂલ્ય લાભ લેવા ભુલવું ન જોઈએ. ૧૮.
તે માટે શાંતિવાળ વખત નિશ્ચિત કરે, જ્યારે રાત્રી શાંત હોય આજુબાજુ શાંતિ પ્રસરેલી હોય અથવા પશુ પક્ષી કે મનુષ્યોના અવાજ વિનાને વનને શાંત પ્રદેશ હોય ત્યાં બેસી ઇન્દ્રિમાંથી મનને ખેંચી લઈ, મનને વિકલ્પ વિનાનું શાંત કરી અંદરનો અવાજ સાંભળ જોઈએ. ૧૯.
વિશ્વની સ્થૂળ હવામાં જે મધુર સ્વર નથી સંભળાતો તે અવાજનો ધીમેના આંતરવૃત્તિ વડે અંતરમાં સાંભળ પ્રથમ તો કાંઈ સંભળાશે નહિં, પણ આ શાંત મૌનમાં નિર્વિકપ સ્થિતિમાં મનની સ્થિરતાવાળી દશામાં પવિત્ર કરવાનું બળ રહેલું છે ૨૦
કેટલાક વખત પછી અનેક સંગીતવાળે અવાજ પ્રગટ થશે. આવો અંદરને અવાજ આવ્યા પછી તેમને તેમાં