________________
આવી રીતે બીજાના સંબંધમાં કરેલા વિચ રેને પ્રવાહ નવાં નવાં આંદલને ઉત્પન્ન કરતે તે માણસ પાસે જાય છે, તેની આસપાસ ફર્યા કરે છે, અને પ્રસંગ મળતાં તે વિચાર તેને અસર કરે છે. કેટલીક વખતે તે વિચાર પ્રમાણે તે માણસને શુભાશુભ કાર્યમાં પ્રવૃત્તિ કરાવે છે.
શુભ વિચારો સામાના સદ્ગુણમાં વધારો કરે છે ત્યારે અશુભ વિચાર સામા મનુષ્યને તેમજ આ વિચાર મોકલ-નારને પણ નુકશાન કરે છે, તેના દુર્ગુણમાં વધારો કરે છે. ૩
આપણે જે બોલીએ છીએ તે વચનમાં પણ નવીન આંદોલન ઉત્પન્ન કરવાને ગુણ રહેલે છે. તે આંદોલને તેના રસ્તામાં રહેલાં અણુઓને પિતાના જેવા જ સ્વરૂપે વાસિત કરીને-શબ્દની આકૃતિઓ ઉત્પન્ન કરીને સામા રહેલા મનુષ્યના કાનમાં પ્રવેશ કરીને તે શબ્દના કહેવાના આશયને અર્થને બંધ કરાવે છે, અને આપણું કહેવાને આશય સમજીને તે મનુષ્ય તેવી પ્રવૃત્તિ પણ જરૂર પડતાં કરે છે. આવો અને તેથી પણ સૂક્ષ્મ અને પ્રબળ ગુણ વિચારમાં પણ રહે છે. ૪
કલ્યાણને વિચાર જીવને સન્માર્ગગામી કરે છે, દ્વેષ કે તે વિચાર અશાંતિ અને ઉગ ઉત્પન્ન કરાવે છે. જેને વિશ્વદષ્ટિ ખીલેલી હોય છે તેઓની માફક આ વિચારો જોવાની આપણી દષ્ટિ વિકાશ પામી હોય તે જરૂર આપણે ખરાબ વિચાર કરતાં અટક્યા વિના ન રહીએ. ૫