________________
૮૫
જ્ઞાનમાં–અનુભવમાં આગળ વધેલા પુરુષને સંગ કરે, તે પણ એક અગત્યનું સાધન છે. ૧૩
તમારી ભાવનાના ઉચ્ચ આદર્શરૂપ હોય તે તમારે ગુરુ કે મદદગાર થવાને લાયક છે. જે ખરે આત્મજ્ઞ છે તેનું જીવન ઘણા ઉચ્ચ પ્રકારનું હોવું જોઈએ. તેમના તરફ પૂજ્ય બુદ્ધિ રાખીને તેમની આજ્ઞામાં વર્તન કરે. ૧૪ - તમારા સમાન ગુણવાન હોય તેમના પ્રત્યે નમ્ર અને પ્રેમાળ રહી મદદગાર થાઓ. તમારા કરતાં ઉતરતા ગુણવાન જી તરફ દયા અને દિલસોજી બતાવે, આ સર્વ સામાન્ય કર્તવ્ય છે. આગળ વધવા ઈચ્છતા મનુષ્યોએ આ કર્તવ્યમાં જરા પણ ભુલ ન કરવી. આવી નાની સરખી બાબત પ્રમાણે પણ જે વતી શકતો નથી તે આત્મમાર્ગને અધિકારી થઈ શકતો નથી. ૧૫
કઈ પણ મનુષ્ય તમારા સંબંધમાં આવે તે તમારા સમાગમથી વધારે સારો માણસ થાય તેની કાળજી રાખે. કેઈ અજ્ઞાની મનુષ્ય તમારી પાસે આવે અને તમારામાં જ્ઞાન હોય તે તમારા જ્ઞાનને લાભ તેને આપે કેઈ દુઃખી મનુષ્ય તમારા સહવાસમાં આવે તો તેને મદદ કે દિલાસો આપીને તેનું દુઃખ એછું થાય તે પ્રયત્ન તમારે કરવું જોઈએ. ૧૬
કેઈ નિરાધાર મનુષ્ય આધાર મેળવવા તમારી પાસે આવે અને તમારામાં જે તે બળ હોય તો તેને ઉપગ કરીને તેનું દુખ ઓછું થાય તેમ કરે, તે જ તમારી સોબતનું અને શક્તિનું સાર્થકપણું છે. ૧૭