________________
નાશ અને સ્વસ્વરૂપમાં સ્થિરતા કરવાનું કાર્ય તે જીવને જાતે જ કરવાનું રહે છે. ૨૫
આત્મસ્વરૂપને વિકાશ કરવા માટે જીંદગી એ એક, યુદ્ધનો પ્રસંગ છે, તે યુદ્ધ જાતે લડવાનું છે. તેમાં એક વીર પુરુષને શોભે તેવો પાઠ ભજવવાનો છે. સામે કામ, ક્રોધ, લોભ, મેહ અને અજ્ઞાનનું સૈન્ય છે તેની સાથે બાથ ભીડવાની છે, અને તે એકાદ દિવસ માસ કે વર્ષ પર્યત નહિ પણ અંદગીઓ સુધી લડીને તેના ઉપર વિજય મેળવવાને છે. ૨૬ - તે લડાઈમાં તમે બીજાને ન મોકલી શકે. ભાડુતી માણસ કામ ન લાગે. એ લડાઈમાંથી નાસાય નહિ, તેમાં જીતનેજ સ્વાલ હાય, જીવન મરણને જ સ્વાલ હેય, આ વિજયની ચાવી આત્મશ્રદ્ધા અને પ્રબળ પુરુષાર્થ છે. ૨૭
જે શક્તિ મેળવવાની ઈચ્છા રાખે છે તેની કિંમત આપે એટલે તે શક્તિ તમારી થશે. તમારી જાત આત્મા છે, મન વચન શરીર વિગેરે તમારાં સાધન છે, તેને સદ્દઉપયોગ કરે એટલે તમારી શક્તિ અખુટ થાય તેટલી વધશે. ૨૮
તમે સગુણની ખાણ રૂપ છે, તેમાં જરા ઉંડા નીચે ઉતરો, એટલે તેના પેટામાં છુપાયેલી વસ્તુ તમારી જ છે. આત્માની સત્તામાં પડેલી અનંત શકિતનો ખજાને તમારા માટે જ છે, પણ જરા મહેનત કરીને આ ઉંડાણમાંથી તેને બહાર કાઢે. તેને દબાવી રાખનાર ઈચ્છા, કામના, વાસના