________________
૯૭
વખત સુધી રહી શકે છે. પ્રાણની માફક મનને પણ મૂચ્છિત કરી શકાય છે. કેળવવાના અભ્યાસ દ્વારા મનને બહુ મજબુત કરી શકાય છે. મનોબળવાળો એક મનુષ્ય અનેકને હચમચાવી મૂકે છે, ધ્રુજાવે છે, અનેકની સામે બાથ ભીડે છે અને ઘણુને પરાજય કરી વિજ્ય મેળવે છે. ૬
વચનબળને કેવળનારાએ વાક્ચાતુર્યથી અનેક જીવને મનોરંજન કરે છે, અનેક જીવે ઉપર પિતાનો પ્રતાપ નાખે છે. વચનની ઊંડી અસર વડે વીરરસ ઉત્પન્ન કરાવી અનેક જીવને રણમાં ઉતારે છે, વૈરાગ રસવડે સંસારથી વિરક્ત બનાવે છે, શંગાર રસ વડે વિવિધ કામનાના બળને પોષી શકે છે, શાંત રસ ઉત્પન્ન કરી અનેક જીવોને આત્મ સન્મુખ દેરે છે. મરણ પથારીએ પડેલા મનુષ્યને વચન બળ વડે આશ્વાસન આપી નવું જીવન રેડે છે. કઠોર હૃદયવાળાને કોમળ બનાવાય છે, કેમળ હૃદયવાળાને કઠેરતાવાળા બનાવાય છે વરાગીને રાગી બનાવાય છે, રાગીને વૈરાગી બનાવી શકાય છે. ઘડીમાં જીને હસાવે છે તો ઘડીમાં જીવને રડાવે છે. આ સર્વ વચન બળ કેળવવાથી થઈ શકે છે. ૭
આ પ્રમાણે એક પછી એક શરીરબળ ઈન્દ્રિયબળ પ્રાણબળ, વચનબળ અને મનોબળને કેળવનાર વિશ્વમાં અનેક જીવો મળી આવે છે. પણ આત્મબળને કેવળનારા અને ઘોર અજ્ઞાનમાં નિદ્રિત થયેલાને સ્વભાનમાં જાગૃત કરાવનારા કે ઈ વીર પુરુષજ મળી આવે છે. ૮
પ્રાયઃ કરી મનુષ્યને મોટો ભાગ આત્મભાનની નિદ્રિત આ. વિ. ૩૨