________________
e
કેટલાએક જીવા પેાતાની ઇન્દ્રિયેાને કેળવે છે, ઘણી સૂક્ષ્મ અને દૂર રહેલી વસ્તુએ આંખેાથી જોઈ શકે છે, અનેક મિશ્રણતાવાળી વસ્તુએના ગધને નાકદ્વારા પારખી પૃથક્ પૃથક્ ચીજોનાં નામેા કહી શકે છે. એકી સાથે વાગતા અનેક વાજી ંત્રોના શબ્દોનુ ખરાબર પૃથકરણ કરે છે. અનેક સ્ત્રી પુરૂષોના સ્વરોની જુદી ગણતરી કરે છે. અનેક વર્ષોં ઉપર સાંભળેલા શખ્સને પારખી શકે છે. મુખદ્વારા અમુક સ્ત્રી પુરુષ પશુ કે પક્ષીઓના શબ્દો બરાબર ખેલી બતાવે છે. ૩
રસના ઇન્દ્રિયને કેળવનારા વિવિધ પ્રકારના સ્વાઢાવાળી ચીજોનુ' અજાયખી પમાડે તેવુ પૃથકરણ કરી શકે છે. હાથ પગાદિના સ્પર્શીદ્વારા વિવિધ પ્રકારના સ્પર્શોને પારખી શકે છે. આંખા વિના હાથના સ્પર્શથી સાચા ખેાટા રૂપીયાની પરીક્ષા કરે છે. ઘણા વખત પહેલાં જોયેલી કે અનુભવેલી ચીજોને હાથના સ્પશથી ખરાખર કહી શકે છે. ૪
પ્રાણ વાયુને રાકવાના અભ્યાસ કરનાર લાંખા વખત સુધી પ્રાણને રોકી શકે છે. શ્વાસેાશ્વાસ રૂ ંધીને સમુદ્રના તળીયા સુધી પહાંચી મેતી આદિ વસ્તુ લાવી શકે છે. પ્રાણને રૂંધીને મૃત દેહની માફક અમુક વખત રહી શકે છે. નાડીઓના ધબકારા રેાકી શકે છે. પ્રાણને બ્રહ્મર ધ્રમાં રેકીને મહિનાઓ સુધી જમીનમાં દટાઈ રહે છે, અને પાછા જીવતા બહાર નીકળે છે. અભ્યાસ વડે પ્રાણ જેવી સૂક્ષ્મ વસ્તુ ઉપર પણ મનુષ્યો કાબુ મેળવે છે. પ
મનને રોકવાના અભ્યાસથી વિચાર કર્યા વિના લાંબા