________________
અને મારા ગુરુ આવા હતા, અમારા પૂર્વજો એવા મહાન થઈ ગયા, એવી એવી વાતથી સંતોષ ન માને. તેઓ પુરુષાર્થથી મહાન થયા હતા અને તમે પણ તેને પગલે ચાલી આત્મિક પુરુષાર્થ કરશે તે જરૂર તેવા થશે. ૩૩
પ્રકરણ ૧૬ મું.
આત્મભાન. શરીર, ઇન્દ્રિય પ્રાણુ અને મન આ તમાં જાગૃતિ તે ઘણું જીવોને દેખાય છે. આ તને કેમ વાપરવાં, તેનો લાભ સ્વપરના હિતાહિત માટે કેમ લેવો તેની સમજ કેટલાક જીને બરાબર હોતી નથી, છતાં ઘસંજ્ઞાઓ બધા જ તેને ઉપગ તે કરી રહેલા છે, પણ ખરી આત્મ દશા–સાચું આત્મભાન તે ઘણું શેડાજ માં જાગૃત થયેલું હોય છે. ૧
કેટલાં એક જીવો શરીરબળને બહુ સારી રીતે કેળવે છે. વિવિધ પ્રકારે વ્યાયામ-કસરત કરીને સેન્ડ જેવા પિતાના શારીરિક બળથી મેટરોને અટકાવે છે; સાંકળે તેડી શકે છે, શરીર ઉપર થઈ ગાડાઓ ચલાવે છે, છાતી ઉપર પથ્થર તેડાવે છે અને હાથીને પણ શરીર ઉપર ચડાવે છે. આમ શરીર બળ કેળવીને વીર પુરુષ જેવી નામના કાઢે છે. ૨