________________
આવવાના દિવસો લંબાય છે, છેવટે તે ભગવ્યા સિવાય છુટકે તે નથી જ. તે પછી શૂરવીર થઈને તે કેમ ન ભેગવવું? ૨૧ - ઈન્દ્ર ઉત્તર ન આપી શકો છતાં ભક્તિથી પ્રેરાઈ એક દેવને તે પ્રભુની સેવામાં મદદ કરવા-મરણાંત ઉપસર્ગ નિવારણ કરવા માટે મૂકીને દેવકમાં ગયે. આ બાજુ જ્યારે જ્યારે તેવા પ્રબળ ઉપસર્ગથી દુઃખ ભેગવવાને પ્રસંગ તે પ્રભુને પ્રાપ્ત થતા હતા ત્યારે તે દેવ કઈને કઈ કારણે હાજરી આપી શકતો નહતું, પણ તે દુઃખ ભેળવી લીધા પછી તરત જ હાજર થતો અને પોતાના પ્રમાદને પશ્ચાત્તાપ કરતે હિતે. ૨૨
આશય કહેવાનો એ છે કે આ જીવે પોતાની આત્મબ્રાતિના વખતમાં આત્મભાન ભૂલીને કર્મ બાંધેલાં છે, તે બાંધવાની શક્તિ જીવની હતી. આ આત્મશક્તિને વિરોધી માર્ગ છે તેથી જ તે બંધાય છે, તેજ આત્મશક્તિને બરાબર ઉપગ કરવાથી જીવ બંધને તોડી શકે છે. ૨૩ " આ ઠેકાણે બીજાની સહાય ઉપગી નથી થતી, કેમકે પરિણામની ધારા બદલવાથી જ તે કર્મથી છુટી શકાય તેમ છે, તે પરિણામની ધારા તો તે જીવ જાતે જ બદલી શકે તેમ છે, તેમાં બીજાની પ્રવૃત્તિ ઉપયોગી કે સફલ થતી નથી ૨૪
ઈચ્છા રહિત થયા સિવાય સ્વસ્વરૂપમાં સ્થિરતા થતી નથી, આ ઈચ્છાઓના સંબંધો જીવને જાતેજ કાપવો પડે છે. તે અંતરંગ કાર્ય છે. બીજાઓ બહારની અનુકૂળતા કરી આપે કે જાગૃતિ આપી શકે, પણ અંતરંગ ઈચ્છાઓને,