________________
પ્રાર્થનાઓ કરો, આજીજીએ કરે, અને રડ્યા કરે તે પણ તમારી જે અનંતશક્તિ છે તે તમને કઈ આપી શકશે નહિ, તેને તમારે જાતેજ પુરુષાર્થ કરીને પ્રગટ કરવી પડશે. ૧૮
આત્મા એ વસ્તુ તમે પોતે જ છે, તે તમને કઈ આપી શકે જ નહિ, બીજી વસ્તુઓની માફક તે આપી શકાય તેવી વસ્તુજ નથી. તેને તમે પોતે જ અનુભવી શકો તેમ છે. અરે ! આપવાની વાત તે દૂર રહી પણ કર્મના પ્રબળ ઉદય વખતે કઈ સહાયક પણ થઈ શકતા નથી. બાંધેલ કર્મો પતાને જાતેજ ભેગવવાં પડે છે. ૧૯
પ્રભુ મહાવીરના જીવન સંબંધી જ એક વાત છે કે તેમણે જ્યારે ત્યાગ માર્ગ ગ્રહણ કર્યો તે પ્રસંગે ઈન્દ્ર મહારાજે વિનંતિ કરી કે પ્રભુ ! આપને કર્મ વધારે ભેગવવાનાં છે. તેમાં ઉપસર્ગો વિશેષ થવાના છે તે તે દૂર કરવા હું આપની પાસે રહું ? તે પ્રસંગે મહાવીર દેવે એજ ઉત્તર આપ્યા હતા કે ઇન્દ્ર! એવું કઈ કાળે બન્યું નથી કે કોઈની સહાયથી તીર્થકરો કે બીજાઓ આત્મસ્વરૂપ પ્રગટ કરે. તેમણે પોતાના કરેલાં કર્મને નાશ કે ઉપગ જાતેજ, કરવો જોઈએ, અને તે કર્મને ક્ષય થયા પછી જ પૂર્ણ જ્ઞાન પ્રગટ કરી શકાય છે. ૨૦
કર્મને ભોગ એ કર્મ ક્ષય જ છે. તે કર્યા વિના ચાલે તેમ નથી. બીજાની મદદ લેવા જતાં તે કર્મ ભેગ