________________
મનુષ્ય જે કોઈ પણ બાબતના નિશ્ચય ઉપર આવવાની જોખમદારીથી ડરીને અતઃકરણના અવાજની ઉપેક્ષા કરીને બીજો કોઈ તેને સરલ માર્ગ બતાવતો હોય પણ પિતાને તે બેટે લાગતું હોય છતાં પિતાના અંતઃકરણથી વિરૂદ્ધ થઈને જે તે માર્ગે પ્રવૃત્તિ કરે છે તો પરિણામ એ આવે છે કે તેના અંતઃકરણને અવાજ મંદ પડી જાય છે. ૧૦
તમારું અંતઃકરણ ના પાડતું હોય છતાં તે માર્ગે વર્તન કરવાથી તમારી ઉન્નતિમાં તમેજ વિજ્ઞરૂપ થાઓ છે. આ માર્ગે ચાલવા જેવું છે, એમ સમજી ભૂલથી વિધી માર્ગે પ્રવૃત્તિ કરતાં જે ખરાબ પરિણામ આવે તેના કરતાં અંતઃકરણના આદેશ વિરૂદ્ધ એક પણ કામ કરતાં હજાર ગણું ખરાબ પરિણામ આવે છે. ૧૧
અંતઃકરણથી વિરૂદ્ધ થઈ બીજાની આજ્ઞા કે સૂચના પ્રમાણે ચાલવાથી સત્યાસત્યની પરીક્ષા કરવાની શક્તિ જડ થતી જશે, અને તમારો અંતરની પ્રતિભાને પ્રકાશ ધીમે ધીમે ઓલવાઈ જશે. તથા આવા માર્ગ દર્શક વિના તમને અંધારે ફાંફાં મારવાં પડશે. તમારા તાત્વિક જીવન ગાળવાના એકના એક સાધનને તમારે હાથે જ જે તમે નાશ કરશે તો પછી તમે કયા સાધનને આશ્રય લેશે. ? માટે બીજાઓ તમને તમારું જે કર્તવ્ય બતાવે તે કરતાં તમારા અંતઃકરણના આદેશથી જે તમને કરવા ગ્ય લાગે તે પ્રમાણે વર્તન કરો. ૧૨
નિરંતરના ઉદ્યોગ સિવાય કર્તવ્યને માર્ગ હાથ લાગતું નથી. ઉચ્ચ જીવન ગાળવામાં આપણા કરતાં આત્મ