________________
કાઢવાનું જીવને મુશ્કેલ થઈ પડે છે, આ નિશ્ચય માટે પિતાના શાંત હૃદયમાં પ્રવેશ કરવા જે સલામતિ ભરેલો બીજો કોઈ માર્ગ નથી. ૬
પ્રથમ હદયમાંથી આપણું અંગત ઈચ્છાઓને દૂર કરવી. હું મન, શરીર કે લાગણી નથી પણ શુદ્ધ આત્મસ્વરૂપ છું એ ભાન મજબુત રાખી વિચાર કરે, તેમજ ઈષ્ટ ગુરુને પ્રાર્થના કરવી કે પ્રભુ! મને સીધે માર્ગે દોરે. આમ પ્રાર્થનાથી, આત્મનિરીક્ષણથી અને મનથી જે પ્રકાશ મળે છે તે પ્રકાશ વડે આપણને જે માર્ગ ઠીક લાગે તે માર્ગે ચાલવું જોઈએ. ૭
આમ પ્રયત્ન કર્યા પછી-અંતઃકરણની પ્રેરણાનુસાર કર્તવ્ય સમજવાને શ્રમ લીધા પછી પણ જે ભૂલ થાય તે આપણે માનવું કે આપણું ઉન્નતિ માટે જે પાઠ શીખવાને જરૂર હતું તે શીખવાને ભૂલ પણ જરૂરની હતી. ૮
કદાચ અંગત ઈચ્છા કે અહંકારને લીધે ભૂલ થવા સંભવ છે, પણ જે સત્યને માટે આપણે પ્રયત્ન હશે તે અવશ્ય તે ભૂલ સુધરશે. તેથી નિરાશ ન થવું, સત્યને માર્ગે ચાલતાં અજ્ઞાનતાને લીધે ભૂલ થાય તે તે ભૂલથી જે દુખ આવે તે સહન કરવું. કેમકે દુઃખ આપણી જ્ઞાન ચક્ષુ ઉપર આવેલું પડલ દૂર કરે છે. દુખ એ ઉન્નતિ માટેને છુપે આશિર્વાદ છે. ૯