________________
માટે વિચાર કરીને જરૂર જેટલે તેનો ઉપયોગ સ્વપરને હિત થાય તે પ્રમાણે કરો. ૧૭
ધ્યાન અને યોગના સ્વતંત્ર માર્ગો પણ આપણે વિચાર શકિતના સવ્યય અને નિરોધને માટે જ યોજાયેલા છે. ચિત્તની વૃત્તિઓને નિરોધ કરે તે યોગ છે. વિચાર શક્તિ એ મહાન શક્તિ છે. વિશ્વના તમામ માયિક સુખ દુઃખની ઉત્પત્તિ આ વિચાર શક્તિના સદ્ઉપગથી અને દૂરઉપગથી જ થાય છે, અને મનની નિર્વિકલ્પ દશામાંથી આત્માની અનંત શક્તિઓ પ્રગટ થાય છે. જે સદાશાશ્વત હાઈ પરમ શાંતિ આપનાર છે. ૧૮
પ્રકરણ ૧૪ મું.
આધ્યાત્મિક જીવન જે જીવન હજારો બનાની અંદર થઈ માયાની જાળ ભેદીને દરેક બદલાતા દેહમાં-આકારમાં પણ એ શાશ્વત તત્વ આત્માને જુવે છે તે આધ્યાત્મિક જીવન છે. આત્માને જાણો, આત્મા ઉપર પ્રીતિ રાખવી અને આત્માને અનુભવ કરવો એ જ સાચી આધ્યાત્મિક વિદ્યા છે. આ સિવાયનું જ્ઞાન તે અજ્ઞાન છે. ૧
જે જીવન આકારમ–દેહમાં આસકત બની આકારમાં મર્યાદિત બની રહે છે તે આધ્યાત્મિક જીવન ન કહેવાય. આ. વિ. ૩૧