________________
હલકો પાડે તે ઘણું જ ખરાબ કામ છે. તેનામાં તે દે હોય કે ન હોય છતાં તમે તે તમારી અધમ વૃત્તિને તે દ્વારા મેળવે છે, પિષે છે અને પરિણામે તે દેના ભાજન રૂપ થાઓ છો. માટે બીજાની હલકી વાતો કરવાની ટેવ મૂકી. અને સ્વપરને ઉપકારક થાય તેવા વિચારો કરવાની ટેવ રાખે. ૧૧
કઈ મનુષ્યમાં અમુક દેષ છે, આ બાબત કેઈએ જાહેર કરી, તેથી ઘણુ મનુષ્યો એક સરખી લાગણીએ તેના તે અવગુણ ઉપર પોતાની દૃષ્ટિ દોરે છે. ઘણા મનુ
ને તે વાતની ખબર પણ નથી હોતી તેવા અનેક લેકે તે વાત જાણે છે, અને તે મનુષ્ય તરફ તે દોષને સૂચવનારી લાગણના વિચારનો પ્રવાહ જાણતાં કે અજાણતાં મોકલવા લાગે છે. ૧૨
આ ધંધબંધ વહેતે વિચારનો પ્રવાહ તે મનુષ્યની આજુબાજુ ફરી વળે છે, તેના મનમાં આ વિચારો પ્રવેશ કરે છે, તે દોષ તેનામાં ઓછા હોય તે હવે આ વિચારે તે દોષનો તેનામાં વધારો કરે છે. છેવટે તે પ્રમાણે તેનું વર્તન થાય છે. એનું પરિણામ એ આવે છે કે તેવા વિચારને ફેલાવનારે મનુષ્ય આ નિર્દોષ કે સદોષ મનુષ્યમાં આ દોષનું મજબુત બીજ રોપે છે. જે તેનામાં આ બીજ હોય તો તેને વૃદ્ધિ પમાડે છે. ૧૩
આ દેષ અને દુઃખથી ભરેલી દુનિયામાં આવા અધમ મનુષ્યો વિશેષ પ્રકારે જાણતા કે અજાણતાં દુઃખ