________________
અને દેને વધારે કરે છે. આવાં વિના કારણે-વગર પ્રોજને ઉત્પન્ન કરેલાં પાપોથી પિતે પીડાય છે અને બીજાને પીડા કરે છે. માટે નિંદા કરવાના દોષથી જેમ બને તેમ વિરમવું જોઈએ. ૧૪
મનુષ્ય ! સારી પ્રવૃત્તિ તરફ ધ્યાન આપે, તેથી તમે શુભ વિચારેને તમારી તરફ ખેંચશે અને બીજાના સદ્ગણોને પણ પિષણ આપી શકશે. કેઈના અવગુણો તમને દેખાય તે તેના તરફ તમારું લક્ષ ન આપે, તેનું ચિંતન ન કરે, તેમ કરવાથી તમારા વિચારના આંદોલને વડે તેના અવગુણોને ઉત્તેજન મળશે. તે વિશેષ બગડશે. ૧૫
તમારા જેવા પ્રેમાળ જીવોનું કર્તવ્ય છે કે તેને જે ગુણની જરૂર હોય તેવા ગુણ ઉપર એકાગ્રતા કરો, પ્રેમ અને ઉદારતાને ગુણવાળા વિચારોથી તમારા મનને ભરી ઘો, તે પછી તેની માનસિક મૂર્તિ તમારી નજર તરફ ખડી કરીને તેના તરફ તે પ્રવાહને વહેવડાવે. આ રીતે તમે તમારા હિતસ્વીઓને મદદ કરી શકશે, ગુણવાન બનાવી શકશે. ૧૬
આ પ્રમાણે વિચારોને સદુઉપગ કરે. તમારા વિચાર બળના પ્રમાણમાં ગુપ્ત રીતે પણ તમે વિશ્વનું કલ્યાણ કરી શકશે. આ શકિતનો ઉપયોગ છે. અત્યારના વખતમાં મનુષ્યમાં વિચાર બળ ઘણું ઓછું છે. અને મંદ છે, તેથી આવક વિના ખરચ કરવું તે પાલવે તેમ નથી.