________________
99
જે મનુષ્યને સ્વભાવ સાત્વિક પ્રકૃતિવાળે અને સદ-- વિચારવાળે થઈ રહેલો હોય છે, તેના સહવાસમાં આવવાથી મનુષ્યને શાંતિ મળે છે, તેની પાસે બેસી રહેવાનું ગમે. છે, તેની સમીપમાં રહેવાથી શુભ વિચારના બીજને પોષણ મળે છે. તે વખતે સદ્વર્તન રાખવાનું કામ સહેલું થઈ પડે છે. આનું કારણ માત્ર એ જ છે કે તે સત્પરૂષના સદ્દવિચારેના આંદોલને અને તેથી બંધાયેલું તેમની આસપાસ ભમતું પવિત્ર વાતાવરણ આપણને આવી સુંદર સ્થિતિમાં લાવી મૂકે છે. ૬
બીજી બાજુ કેટલાક એવા હલકા વિચારના, વ્યભિચારી વૃત્તિના દુર્ગણ મનુષ્યના સહવાસમાં આવવામાં આવે છે ત્યારે મનુષ્યોને બેચેની, અસંતોષ, કામની લાગણીઓ અને દ્વેષની બુદ્ધિ ઉત્પન્ન થાય છે. તેનાથી દૂર ચાલ્યા જવાનું મન થાય છે. આનું કારણ તે જીઓ ઉત્પન્ન કરેલું તેમનું અશુભ વાતાવરણ છે, તેમનાં ખરાબ આદેલને છે, તેને લીધે તે તે આકૃતિઓ આપણુમાં તેવી તેવી લાગણીઓ ઉત્પન્ન કરે છે, તેને લગતાં તેવા તેવાં બીજ આપણા સ્વભાવમાં હોય છે તેને આ આકૃતિએ જાગૃત કરે છે. અને તે પ્રમાણે વર્તન કરવાની ફરજ પાડતા હોય તેમ તે પ્રવૃત્તિ કરાવે છે. આવી પ્રવૃત્તિને લીધે આપણામાં રહેલા અશુભ બીજને પષણ મળે છે. ૭
જુદા જુદા વિચારવાળાનાં આંદોલને જુદા જુદા પ્રકારે વહ્યા કરે છે. વૈરાગીના મનમાંથી વૈરાગ્યનું વાતાવરણ પ્રગટ