________________
૭૫
શુભ આશાજનક અને વિશ્વનું ભલું કરવાના વિચારોને તમારા હૃદયમાં સ્થાન આપે. નિરંતર તેવાજ વિચારે કરે. જુઓ પછી કે અશુભ, નિરાશાજનક અને અમંગળ વિચારો. દૂર નાસી જાય છે કે નહિ ? આનું પરિણામ એ આવશે કે કેઈપણ વિચાર કરવા પ્રયત્ન નહિ કરતા હો તે અવસરે તમારા મનમાં શુભ વિચારેજ કુર્યા કરશે. કેમકે પ્રથમ કરેલા શુભ વિચારની આકૃતિઓ તમારી આજુબાજુ ફરતી હોવાથી તે જ તેમાં વધારો કર્યા કરે છે. વિચાર શક્તિનો સારો ઉપગ કરવાનું મનુષ્યો શીખે તો તેઓની જીંદગી સુખી અને શાંત બન્યા સિવાય નજ રહે. ૧૮
પ્રકરણ ૧૩ મું.
વિચારની અસર એક શાંત સરોવરમાં પથ્થર ફેંકવામાં આવતાં કુંડાળાંવાળાં તરંગે ઉત્પન્ન થાય છે. એક તરંગ બીજા તરંગને, બીજે ત્રીજાને, એમ સરોવરના છેડા સુધી કુંડાળાં કરતાં તરંગે એક બીજાને ઉત્પન્ન કર્યા કરે છે તેમ વિચારમાં પણ તેવાજ પ્રકારના બીજા વિચારો ઉત્પન્ન કરવાનું બળ રહેલું છે. આજ પ્રમાણે ટાઢનાં, તાપનાં, સરદીનાં, પ્રકાશનાં અને અગ્નિ આદિનાં આંદોલને ફરીવળીને તેની આજુબાજુના પ્રદેશમાં ટાઢ, તાપ, સરદી, પ્રકાશ અને ગરમી ઉત્પન્ન કરે છે. ૧