________________
દષ્ટાંત તરીકે પરમાત્માના નામની સ્મરણ કરવાની ટેવ મનને પાડવાથી તે કામ કરવાનું મનને હેલું થઈ પડે છે જે બીજાના દે જોવાની કે અવગુણ બોલવાની ટેવ મનને પાડવામાં આવે તે બીજાના ગુણે જોવાનું કામ ઘણું કઠણ થઈ પડે છે. ૧૧
મનના ખરાબ વિચારે દૂર કરવાને એક ઉપગ એ છે કે મનમાં તેવા વિચારેજ ઉત્પન્ન થવા ન દેવા. પણ આ માર્ગ તે જેણે વિશ્વની વિવિધ પ્રકારની ઈચ્છાઓને ત્યાગ કર્યો હોય અને જેને તેવા કોઈ પણ હલકા પ્રકારની લાગણીઓ ન હોય તેવા પરમ વૈરાગીને માટે અનુકૂળ છે ૧૨
પણ જેને તે વિશ્વવ્યાપી પ્રેમ પ્રગટ થયું નથી તેમણે તે તેવા હલકા વિચારને સ્થાને તેનાથી વિરૂદ્ધ સ્વભાવવાળો કઈ પણ શુભ વિચાર સ્થાપી દે અને વારંવાર તેવા વિચારના પુનરાવૃત્તિ-ફરી ફરીને તેના તેજ વિચાર કર્યા કરવા તેથી અશુભ વિચારે પિતાની મેળે દૂર થઈ જશે. ૧૩
જે જે વૃત્તિઓને નાશ કરવાની ઈચ્છા હોય તે તે વૃત્તિઓથી વિરૂદ્ધ ગુણવાળી વૃત્તિ ઉત્પન્ન કર્યા જ કરવી જેમકે રાગને બદલે વૈરાગ્ય ક્રોધને બદલે ક્ષમા, દ્વેષને બદલે પ્રેમ, અભિમાનને સ્થાને નમ્રતા, લેભાને સ્થાને સંતોષ. ઇત્યાદિ વિચારે સ્થાપન કરવા, તેથી પૂર્વના હલકા વિચારે નાબુદ થશે મન સારા વિચારોના આંદોલનનું મુખ્ય મથક બનશે. જેમ કિલ્લે સામેથી આવતા ગોળીબારને અટકાવે છે