________________
૭૧
આમ પરંપરાએ સેંકડો અને હજારો માઈલ ઉપર રહેલા જીને વિચાર અસર કરી શકે છે. ૩
વિશ્વમાં પ્રવાહી પદાર્થો, હવાનાં અણુઓ અને તેનાથી પણ વિશેષ વિશેષ સૂમ અનેક જાતનાં અણુઓ છે તેમાંથી વિચાર પસાર થઈને, તેને પિતાના સમાન પરિણમાવીને દૂરને દૂર જઈ શકે છે. અને તે વિચારની સારી કે માઠી અસર છ ઉપર કરે છે. વિચાર મનની અંદર આંદેલનરૂપે દેખાય છે, તે આંદોલને આગળ પાછળ આવેલી સૂફમપ્રકૃતિને. --પરમાણુઓને ચલાયમાન કરી તેની અસર જીવ ઉપર કરે છે. ૪ - વરાળ અને વિજળી પૈસાદાર લેકે પિતાને આધીન કરે છે. પણ વિચાર શક્તિ તે ગરીબ તેમ ધનાઢય દરેકના તાબામાં છે. તેના નિયમે જાણવાથી તેના ખરા ઉપયોગ કરી ફાયદે મેળવી શકાય છે પ
વિચાર આંદેલને ઉત્પન્ન કરે છે તેમજ તેને આકૃતિઓ પણ બંધાઈને દેખાવ આપે છે. મનુષ્યના જેવાં વિચારે હોય અને તેમાં જેવી વાસના કે લાગણીઓ હોય તેવા પ્રકારના આંદેલને મનમાં ઉત્પન્ન થાય છે અને તેટલા જ બળથી તેમાં ગતિ પ્રગટ થાય છે. ૬
સ્વાથી અને વાસનાઓવાળા હલકા વિચારોને લીધે હલકા પ્રકારની ગતિ મનમાં પ્રગટે છે પણ જે સારા અને નિઃસ્વાથી વિચાર હોય તો ઉંચા પ્રકારની માનસિક પ્રકૃતિમાં