________________
૭૦
પ્રકરણ ૧૨ મું.
વિચારની શક્તિ વરાળ અને વીજળીની શકિતથી જે મહાન કાર્ય ઘણી ઝડપથી અત્યારે કરી રહેલ છે. તેથી પણ વિશેષ અને ઘણું કાર્ય વિચાર શક્તિથી થઈ શકે છે. જેમ વીજળી તથા વરાળને અમુક યંત્રમાં ગોઠવવાની જરૂર પડે છે તેમ વિચાર બળને પણ અમુક મર્યાદામાં અમુક આકારમાં નિયમિત ગોઠવવાથી તેની ખરી શક્તિ બહાર કામ કરી બતાવે છે. ૧
જન્મની પરંપરામાં રખડાવનાર જેમ વિચાર છે તેમ જન્મની પરંપરાને નાશ પણ વિચાર બળથી થઈ શકે છે, આ વિચારો પવિત્ર હવા જોઈએ મનુષ્ય જેવા વિચારો કરે છે તે તે થઈ શકે છે. મનુષ્ય કરતાં વધારે ઉત્તમ કઈ જીવન નથી તેમ મન કરતાં વધારે ઉત્તમ કેઈ સાધન નથી, પણ તે મનને બરોબર વાપરતાં આવડવું જોઈએ આ મનના વાપરવા ઉપર મનુષ્યનું ભવિષ્ય વિશેષ પ્રકારે આધાર રાખે છે. ૨
જેમ વરાળ આખી મીલને ગતિ આપે છે તેમ દરેક કામને ગતિ આપનાર વિચાર છે. વિચારની અસર જડ પ્રકૃતિ ઉપર પણ થાય છે. વિચારે એક સ્થળેથી બીજા સ્થળે મોકલી શકાય છે, તેમાં જડ પ્રકૃતિરૂપે રહેલા સૂક્ષ્મ અણુઓ વિચારથી વાસિત થઈ તે બીજાને વાસિત કરે છે.