________________
તેમ શુભ પરમાણુનું બનેલું મન અશુભ પરમાણુનાં વિચારેને. અટકાવી દે છે. ૧૪
વિચારની આકૃતિઓ બંધાય છે. તેને મન તરફથી પિષણ મળે છે. મનમાં ઉત્પન્ન થતાં આંદેલાને લીધે મનના. અણુઓને જથ્થો ગતિમાં મૂકાય છે, અને તેથી તે આશુઓના. જથ્થાની જુદી જુદી આકૃતિઓ બને છે. જે વિચારો બળવાન અને ચોક્કસ ન હોય તે વિચારની આકૃતિ નિર્બળ બને છે અને થડા વખતમાં બદલાઈ જાય છે, વિખરાઈ જાય છે. ૧૫
જે વિચાર પ્રબળ હોય અને વારંવાર તેનું રટણ થતું રહે તે બળવાન, નિયમિત અને ચેકકસ આકૃતિ બંધાય છે. પવિત્ર વિચારની પવિત્ર આકૃતિ અને ખરાબ વિચારની ખરાબ આકૃતિ બંધાય છે. જેના સંબંધમાં વિચાર કર્યા. હોય તેના તરફ તીરની માફક આ આકૃતિ દડે છે, પણ જે પિતાના સંબંધમાં તે વિચાર કર્યા હોય તે તે વિચારની આકૃતિ તેની સન્મુખ સમુદ્રમાં તરતી હોય તેમ મનની આગળ તરવર્યા કરે છે, અને પોતાને તે આકૃતિ અસર કરે છે. ૧૬
ફરી ફરી તેવા વિચારો ઉત્પન્ન કરવામાં આ આકૃતિ મદદગાર થાય છે, માટે વિચાર કે લાગણે ઉત્પન્ન કરતાં પહેલાં બહુ સાવચેતી રાખવાની છે. નહિતર પિતાનું હથીયાર પિતાને જ નાશ કરનાર થાય છે. ખરાબને બદલે સારા વિચાર કરવાની પણ ટેવ પાડી શકાય છે. આ બાજી તમારા હાથની જ છે. આવી ઉત્તમ શક્તિ તમારામાં હોવા છતાં અધમ શક્તિઓ તરફ શા માટે ઢળી પડવું જોઈએ. ૧૭