________________
શરીરે મર્યાદિત છે. આત્મા મર્યાદિત છે. માટેજ શરીરે ગ્રહણ કરીને જીવે છે અને આત્મા આપીને–ત્યાગ કરીને જીવે છે. જેટલા પ્રમાણમાં માયાવી આકૃતિઓની આસક્તિમાંથી આપણે ખાલી થઈએ છીએ તેટલા પ્રમાણમાં દિવ્ય પૂર્ણતા આપણું અંદર પ્રગટે છે. ૨૨
નિવૃત્તિ માર્ગનું મુખ્ય લક્ષણ ત્યાગ છે અને ગ્રહણ કરવું તે આ જડ પ્રકૃતિના બનેલા શરીરમાં વારંવાર આ વવાનું લક્ષણ છે. આપો. આપવાથી જ જીવી શકાશે. નિવૃતિના માર્ગમાં ત્યાગ એજ સહાયક ભૂમિ થઈને આત્માને આગળ દોરે છે. ૨૩
જ્યાં સુધી આ શરીરની સાથે એકતા-અભેદતા માનીને જીવ તેને વળગી રહે છે ત્યાં સુધી ત્યાગ કરવામાં જીવને ભય અને ઉદ્વેગ થાય છે, ત્યાગ દુઃખરૂપ લાગે છે પણ જ્યારે વિવિધ આકારમાં રહેલા આત્માને જોવાનો અનુભવવાને આ જીવ પ્રયત્ન કરે છે ત્યારે ત્યાગ એજ આનંદરૂપે અનુભવાય છે, ત્યાગમાંજ આનંદની ઝડી વરસે છે. ૨૪
આધ્યાત્મિક જીવનનો એક ક્ષણવાર પણ ઝાંખા પ્રકાશ આ જીવના અનુભવવામાં આવે તે આ વારંવાર પટલાતી દુનિયાનું ખરૂં રહસ્ય સમજવામાં આવે અને જગત જેને કિંમતિ વસ્તુ ગણે છે તે સર્વની અસારતા જણાયા વિના ન રહે. ૨૫