________________
શાંતિનો આસ્વાદ હજી તેને માન્ય નથી અને પ્રવૃત્તિને. ત્યાગ કરવો પડે છે. આ આધાર વગરના માર્ગ પર ચાલવા જેવું મુશ્કેલી ભરેલું લાગે છે. ૧૩
છતાં હે આત્મદેવ ! આવે વખતે તું ગભરાઈશ નહિ. શાશ્વત તત્વ સાથે સંબંધ કરવા માટે અને તેને પ્રગટ કરવા માટે તારે ક્ષણિક વસ્તુઓને ભેગ આપવા જ જોઈએ. તે ક્ષણિક વસ્તુ સાથે સંબંધ છેડવો જ જોઈએ. આ સ્થિતિમાંથી પસાર થયા વિના કેઈપેલી પાર પહોંચી શકે નહિ, પેલી પાર પહોંચ્યા પછી તેને તે જીંદગી આનંદમય લાગે છે. ૧૪
જેએ પિતાની વ્યવહારૂ જીદગીને ચાહે છે તેઓ આત્મિક અંદગી ખવે છે અને જેઓ આ વ્યવહારૂ જીંદગી ત્યાગે છે તેઓ આત્માના અનંત જીવનમાં અંદગીનું સ્થાન પામે છે. ૧૫
જ્યાં સુધી આ હલકા તી સાથેનો સંબંધ છુટે નહિ ત્યાં સુધી ઉચ્ચ જીવનને અનુભવ કદી થઈ શકે જ નહિં. આપ્રકૃત્તિ જન્ય જડ પૌગલિક જીવન અને આત્મિક જીવન વચ્ચે બીજે કઈ માર્ગ નથી, તેની વચ્ચે પડેલે આ માયાને અખાત ઓળંગવેજ જોઈએ. અહીં તેને પિતાને પોતાના એકલા પર આધાર રાખવો પડે છે. માયાવી આકારોવાળા બધા આધારો છોડી દેવા પડે છે. આ વખતે બધું શૂન્ય અને નિરાધાર જેવું લાગે છે. ત્યાં શાંત જીવનવાળી ખાલી જગ્યા સિવાય બીજું કાંઈ જોવામાં આવતું નથી, ત્યારેજ આ જીવનની શૂન્યતામાંથી શાશ્વત પ્રભુ પ્રગટે છે. ૧૬