________________
જેણે જેણે આ વિનકવર વિAવના જડ પ્રકૃતિવાળા દાદર ઉપરથી આગળ કુદવાની હિંમત કરી છે તેઓજ પરમ શાંત, અનંત અને અવિચળ સ્થાન પર આવીને સ્થિરતા કરી રહેલા છે. ૧૭
જેઓ ભૂતકાળમાં આત્મિક જીવનની આવી સ્થિતિએ પહોંચ્યા હતા તેમને બધાને આવેજ અનુભવ થયે હતે. દેહાદિ આકારને લગતી તમામ હલકી વાસના-ભાવનાઓને ત્યાગ કર્યા સિવાય સર્વની આહુતિ આપ્યા વિના કદી પણ આત્મતિ પ્રગટ થવાનીજ નથી ૧૮
હલકા સ્વભાવને આપણે બાળી નાખવો જ જોઈએ. આપણું પિતા સિવાય આ કામ કઈ બીજા પાસે કરાવાયજ નહિ, એ તે જાતે જ જ્ઞાનાગ્નિ સળગાવવી અને તેમાં જાતે જ હિમાવું જોઈએ. ૧૯
આ જડ વસ્તુની આસક્તિવાળી જીંદગી વાસનામય જીવને છોડી ઘો, સર્વસ્વ ત્યાગ કરે, તમને સમજાય ત્યાં સુધીની કોઈ પણ ચીજ બાકી રાખશેજ નહિ. આત્મા ઉપર પૂર્ણ વિશ્વાસ રાખજે. તે તમને દગે દેશેજ નહિં. આ સર્વસ્વના ત્યાગે અનંત જીવેને અનંત જીવનમાં મેળવી દીધા છે. ૨૦
* જીવન લેવામાં નથી પણ આપવામાં છે. માલીકી મેળવવામાં નથી પણ પિતાની પાસે જે કાંઈ હોય તે આપી દેવામાં જ પૂર્ણ જીવન રહેલું છે. શ્રદ્ધા રાખે. દિવ્ય જીવનની પૂર્ણતા પ્રાપ્ત કરવાનું સર્વસ્વ ત્યાગ એ એક જ માર્ગ છે. ૨૧