________________
૩૪
છે તેને નાશ કરે. તેમ થતાં મનરૂપ વૃક્ષ સંકલ્પ વિકલ્પરૂપે ફળવાની પ્રવૃત્તિ કરતું બંધ થશે. તેમજ આ હું અને આ મારૂં આવા મોહરૂપ પાણી વડે મને વૃક્ષના મૂળને પાણી સીંચવાનું—પાવાનું બંધકર. તેથી મૂળ વિના અંકુ રાએ પ્રગટ થશે નહિ. ૨૨
મનના સંકલ્પ વિકલ્પો રૂપ વ્યાપાર નાશ પામવાથી કર્મ આશ્રવને નિષેધ થાય છે અને મનમાં સંકલ્પ વિકલ્પ ઉત્પન્ન કરવાથી કર્મ બંધ થાય છે. જ્યાં સુધી આત્માથી વિમુખ થઈને રાગદ્વેષ રૂપે પરિણમશે ત્યાં સુધી જ્ઞાનાવરણાદિ કર્મને નાશ નહિ કરી શકાય, માટે મનને શૂન્ય કરે. ૨૩
| વિષાથી વિમુખ થવું–વિષયાકારે મનને ન પરિણમવું તે મનને શૂન્ય કર્યું કહેવાય છે. તેમ કરીને પોતાના શુદ્ધ આત્મામાં પરિણમવું, તેમ થતાં બધાં કમેને વિજ્ય કરી શકશે. ૨૪
જેનું મન રાગદ્વેષના કલ્લોલે વિનાનું શાંત થાય છે તેજ આત્મતત્વ જઈ શકે છે. તે સિવાયના મનુષ્ય તત્વને અનુભવી શક્તા નથી. વિક્ષેપ વિનાનું મન તેજ તત્વ છે અને વિક્ષેપવાળું મન તેજ આત્માને ભ્રાંતિ છે. ૨૫
શુદ્ધ આત્માની ઉપાસનાના બળથી મનને નિશ્ચળ કરવામાં ન આવે ત્યાં સુધી આવતાં કર્મો રોકી શકાતાં નથી. મન, વચન, કાયાની ક્રિયા વડે આવતાં કર્મો એક