________________
વધવા ઈચ્છતા જીવને માટે આ પવિત્રતા એ મુખ્ય સાધન છે. ૧
સામાન્ય મનુષ્યનું જીવન ઘણે ભાગે ઈન્દ્રિને આધીન હોય છે, તેઓ ઈન્દ્રિમાં રમ્યા કરે છે, તેઓ જ્યાં જશે ત્યાં ત્યાં ઈન્દ્રિયોના વિષ તરફ જ તેમનું ધ્યાન ખેંચાતું હોય છે, વિકારો અને હલકી ઈચ્છાઓના ગુલામ બની રહે છે. તે તે વિષયે મેળવવા માટે ઘણું મુશ્કેલીઓમાં ઉતરે છે, પરિણામે ઈષ્ટનિષ્ટ વિષની પ્રાપ્તિ અપ્રાપ્તિમાં વિવિધ દુઃખનો અનુભવ કરતાં અનેક ભવના અનુભવેને સાથે લઈ તેઓ આગળ વધે છે. ૨
અનેક સારા ખોટા અનુભવના અંતે તેમના મનનો વિકાશ થાય છે, એટલે હવે તેઓ મનમાં રમ્યા કરે છે. ઇન્દ્રિઓના સુખ કરતાં મનનાં સુખ હવે તેમને સારાં લાગે છે. તે મનના વિશેષ અનુભવના અંતે જેને આત્માનું સુખ સારું લાગે છે અને મનની કંટાળા ભરેલી વિકલ્પ જાળમાંથી ઉદાસીન બને છે. ૩
આ આત્માનું સુખ મેળવવાના પ્રસંગમાં પૂર્વના ઇન્દ્રિયે તથા મનના લાંબા વખતના પરિચયના પરિણામે તેઓએ જે હલકા સંસ્કારનો સંગ્રહ કર્યો હોય છે તેની સાથે તેઓને યુદ્ધમાં ઉતરવું પડે છે. પ્રબળ ઈચ્છાશક્તિના બળ વડે છેવટે બા વાસનાઓને પરાજય અને આત્માને વિજય થાય છે. ૪
આ યુદ્ધના પ્રસંગે એ જુના સંસ્કારોવાળી વાસના