________________
શાંતિ અને અનંત શક્તિને માર્ગ છે, જ્યાં જેટલા પ્રમાણમાં પવિત્રતા રહેલી છે ત્યાં તેટલા પ્રમાણમાં પ્રભુતા પણ રહેલી હોય છે. મનુષ્ય! પવિત્ર બને. પવિત્ર બને ! પવિત્ર ન બને તે દુઃખ સહન કરવાને તૈયાર રહે. ૧૮
પ્રકરણ ૧૦ મું.
ત્યાગ મનુષ્ય જેટલા પ્રમાણમાં ઈન્દ્રિયોને શાંત કરે છે અને મનને પવિત્ર તથા સ્થિર કરે છે તેટલા પ્રમાણમાં તે શુદ્ધ આત્માને અનુભવ કરી શકે છે. ૧
શુભાશુભ કર્મ કરવાથી તેની સત્તામાંથી જીવ અમુક શરીરના આકારે ધારણ કરે છે, તેમાં જીવન પ્રગટ થાય છે. અને તે શરીરને નાશ થવાથી નવાં નવાં શરીરો ગ્રહણ કરીને અનેક અનુભવો સાથે જીવન વિકાસ પામતું જાય છે. ૨ જીવ પ્રકૃતિમાં-પુદ્ગલમાં પ્રગટ થાય છે, પિતાની આસપાસના પુદ્ગલેને ખેંચે છે, તેના આકાર-શરીર રચે છે. જીવનનાં કર્તવ્ય બજાવતાં તે શરીર ઘસાય છે, તેમાં તેનાં પરમાણું વિખરાઈ જાય છે, તેનું સ્થાન નવાં પરમાણું ગ્રહણ કરીને જીવ વારંવાર પુરે છે. ૩
આકાર ઘસાય છે. નવાં પરમાણું તેમાં દાખલ થાય