________________
હેય તે કરી શકાય છે તેમ એકાદ દુર્ગુણનું બીજ સત્તામાં પડયું હોય છે ત્યાં સુધી તેને જરા પણ વિશ્વાસ કરે તે ચગ્ય નથી. ૧૧
માટે જ્યાં સુધી પિતાની વાસનાને ગમે તે પ્રસંગે નાશ કરી શકે, રૂપાંતરમાં પલટાવી શકે. તેટલી પ્રબળતા પિતામાં પ્રગટ ન થઈ હોય ત્યાં સુધી જેમ બને તેમ તેવા વિષયથી–વિષયના પિષક અને ઉત્તેજક દ્રવ્યોથી દૂર રહેવું જોઈએ તેમાં જ લાભ રહેલે છે. ૧૨
જે વિષય વાસનાને હઠાવવા માંગતા હોય તેમણે કામને ઉત્તેજીત કરનાર નવલકથાઓ, વાર્તાઓ, વિષયરસને પિષનારાં નાટકે અને વિષયોને જાગૃત કરે તેવા મનુષ્યના સહવાસથી દૂર રહેવું જોઈએ. માદક રાક ઓછો કરે, તેવાં સ્ત્રી પુરુષના સહવાસવાળા સ્થાનમાં કે તેની નજીક ન રહેવું, તેવી જાતના વાર્તાલાપ ન કરવા, તેવાં દૃશ્ય નજરે ન નિહાળવાં, પૂર્વના વિષયના અનુભવને સ્મરણમાં ન લાવવા, અને વિષને ઉત્તેજક પદાર્થોને ભેગ કે ઉપગ ત્યાગ જોઈએ. ૧૩
મનુષ્યની મનોવૃત્તિઓ બધો વખત એક સરખી રહેતી નથી, જ્યારે નીચ વૃત્તિઓનું જોર ઓછું હોય છે ત્યારે ઉચ્ચ વૃત્તિઓ ઉત્પન્ન કરવાનું કામ સહેલું થાય છે, તે પ્રસંગ પલટાઈ જતાં અને નીચ વૃત્તિઓની પ્રબળતાને ઉદય થતાં તેવા પ્રસંગે તે વૃત્તિઓને પિષક તત્ત્વવાળા