________________
પણ
દેખાવ કે સમાગમ થતાં મનુષ્ય પોતાના મનનું સમતોલનપણું-સ્વાધીનપણું ઈ બેસે છે. ૧૪
આવા પ્રસંગે ઈષ્ટ દેવનું સ્મરણ કરવાથી પવિત્ર ગુરુઓને યાદ લાવવાથી, તેમના મનોબળનું પ્રબળ અને પવિત્ર ચિત્ર હૃદય આગળ ખડું કરવાથી કે તે સ્થાનને ત્યાગ કરી કેઈ પુરૂષના સમાગમમાં જઈ પહોંચવાથી તે ભાવનાને પ્રવાહ બદલાવા માંડે છે. હલકી વૃત્તિઓનું બળ ઓછું થાય છે અને મનની નિર્મળતાને પોષણ મળવા લાગે છે. ૧૫
જે વાસના ઉપર કાબુ મેળવવો હોય તે અપવિત્ર વિચાર કે તે સહવાસ ઉત્પન્ન કરવાં કે મેળવવામાં કેટલું બધું જોખમ રહેલું છે તેને ખુબ વિચાર કરે. જ્યારે
જ્યારે આવી હલકી લાગણીઓ ઉઠવા માંડે કે તરત જ મનને તે વિચારની વિરોધી જુદી દિશામાં વાળી દેવું અને તેનાથી જુદીજ જાતના વિચારે કરવાનું શરૂ કરવું. આવા પ્રસંગે આના જે બીજે કઈ સલામતિ ભરેલ માર્ગ નથી. ૧૬
જ્યાં પવિત્રતા છે ત્યાંજ આત્મિકબળ પ્રગટે છે. જે મનુષ્ય શરીરથી મનથી કે નીતિથી જેટલે નબળે છે તેટલા પ્રમાણમાં જ હલકે સ્વભાવ તેના ઉપર સત્તા ભગવે છે. ૧૭ આ પવિત્રતા એ આત્મિક બળ, અમરતાને, પ્રકાશને,