________________
૫૪
તથા કામનાઓનું કેટલું બધું બળ સત્તામાં જમા થયેલું છે તેને ખ્યાલ આવે છે. મનની વૃત્તિઓની શક્તિ કેટલી પ્રબળ છે તે તે વખતે જાણવામાં આવે છે. જે વિકારે નાશ પામ્યા છે એમ માનતે હવે તે હવે ઉંઘતા પડ્યા હતા પણ નાશ પામ્યા નથી એમ સમજાય છે. જે લાગણીઓના આવેશો પિતાને આધીન થયા છે એમ જાણતું હતું તે સહજ નિમિત્ત મળતાં કેવા પ્રબળ જેરમાં અચાનક પ્રગટી નીકળે છે તે હવે સમજાય છે. આ વૃત્તિઓને નાશ ઘણું લાંબા વખતે થાય છે. મન તથા ઇન્દ્રિયની ગુલામગિરિમાંથી છુટવું તે સામાન્ય વાત નથી. ૫
ઈન્દ્રિય તથા મનને લાંબા વખતથી અમુક પ્રકારની વિરૂદ્ધ ગતિ મળેલી છે, તેને વેગ બદલાવવામાં નવો વેગ આપવું પડે છે, તે વખતે ઘણું બળ વાપરવું પડે છે. ટેવાયેલાં મન તથા ઇન્દ્રિયે આપણી ઈચ્છા ન હોવા છતાં ઈચ્છા વિરૂદ્ધ વર્તન કરી લે છે. ક્રોધાદિને અટકાવવાને પ્રયત્ન કરવા છતાં તેવા વિષમ પ્રસંગમાં તેવાં નિમિત્તો મળતાં જેર ઉપર આવી જઈ આપણી ઈચ્છા વિરૂદ્ધ પ્રગટી નીકળે છે. ૬
આવા હલકા સ્વભાવની શુદ્ધિ કરવામાં ઉત્સાહ સાથે વિવેકપૂર્વક કામ કરવાની જરૂર છે. આ બધી વિપરીત ગતિને સુધારવાનો ઉપાય એ છે કે સારા વિચારોને મનમાં એટલા બધા ભરવા કે અશુભ વિચારોને મનમાં રહેવાને સ્થાન જ ન મળે. ૭