________________
આપે છે કે એ પૂર્વના સંસ્કાર સામે તમારા સામર્થ્યને ચેઇને તમારે તેને પરાભવ કરવો જોઈએ. ૭
છતાં તેનો પુરુષાર્થ તરતમાં કામ ન લાગે તે જાણવું જોઈએ કે તેમણે એ વાસનાવાળા સંસ્કારને પૂર્વકાળે એવી પ્રીતિપૂર્વક સેવેલે હોય છે અને તેના હૃદયમાં તે સંસ્કાર એવા સજજડ પેઠેલા હોય છે કે તેમની હાલની સમજણ કે વિવેકની શક્તી તે સંસ્કારને પરાભવ કરવા વિજયી બની શક્તી નથી. ૮
તેમના વર્તમાનકાળનો વિવેક એ પવન વેગથી એક દિશામાં ગતિ કરે છે ત્યારે તેમની પૂર્વકાળની વાસનાની વરાળ કે વિજળી તેની વિરોધી દિશામાં ઘણી ઝડપથી કામ કરતી હોય છે, તેને લઈને તે જીવના ચાલુ જ્ઞાન કે વિવેક બુદ્ધિને ઉદય તેમના પ્રબળ સંસ્કારને દાબી કે રેકી શકતો નથી. ૯
પિતાની આબરૂને સમાજમાં ગમે તે ધક્કો પહોંચે તેની પણ પરવા ન કરતાં પોતાની ફિલોસોફી અને તત્ત્વજ્ઞાનની પણ અવગણના કરે છે, અને એ વાસનાના સંબંધ એક બાળક જેટલી ધીરજ કે સંયમ રાખી શકતા નથી. ૧૦
આવા પ્રસંગે આપણે આપણું ઉદારતા અને તેના વર્તનના અંગે ક્ષમાદષ્ટિ ગુમાવવી એ ઠીક નથી. તેના એકાદ નિર્બળ ભાગને દેખી તેના આખા ચારિત્રનું માપ કાઢવું તે યોગ્ય નથી. વિશ્વમાં કઈ જીવમાં સર્વાગ સંપૂ