________________
અશકય જેવું બન્યું હોય છે. કેમકે આત્મા અત્યારે ગમે તેટલો પ્રબળ પુરુષાર્થ કરે તે પણ એકજ વખતે આગળની મજબુત થયેલી રાક્ષસ જેવી વાસનાને તે કાબુમાં લાવી શકે એ બનવું અશકય જેવું છે. ૪
આવા પ્રકારના કર્મને નિકાચિત ભેગવ્યા સિવાય ન છુટે તેવું) કર્મ કહે છે. આવું કર્મ એકજ વખતના. પુરુષાર્થથી કાબુમાં લઈ શકાતું નથી પણ પુરુષાર્થ અને ભગદ્વારા ધીમે ધીમે તેને નાશ કરી શકાય છે. તેની વિરોધી દિશામાં પ્રયત્ન કરવાથી શિથિલ અથવા પુરુષાર્થ સાધ્ય બને છે. પુરુષાર્થ એક જાતને ભેજ છે. પ
પુરુષાર્થ કરીને કર્મને ક્ષય કરે એ ભેગવીને ક્ષય કરવા સરખું છે. ભેગવવામાં કષ્ટ અને મહેનત છે. પુરુષાર્થમાં તેટલી જ સહનશીલતા ધૈર્ય, ઉદ્યોગ અને ખંતની જરૂર રહે છે. નબળાઈવાળા જીવો ગદ્વારા અને વીરપુરૂષ પુરુષાર્થદ્વારા કેઈપણ નિયમને લાગુ પાડીને પૂર્વનું કર્મ ક્ષય કરે છે. ૬
પૂર્વક કરતાં પુરુષાર્થ હંમેશાં પ્રબળ છે. કેટલાએક પુરુષે કેટલીક બાબતમાં વિવેકી સંયમી હોવા છતાં તેમને પૂર્વભવની વાસના અમુક બાબતમાં તદ્દન નિર્બળ બનાવી મૂકે છે. આવા પ્રસંગે પૂર્વ કર્મના સ્વરૂપ તથા બળને સમજ નાર ડાહ્યા માણસે તેમના તરફ તિરસ્કારના ભાવથી ન જોતાં ક્ષમાની નજરથી જુવે છે અને તેને એટલી સલાહ