________________
અંતરદૃષ્ટિ કરીને અનાહતાદિ નાદ શ્રવણ કરવામાં આંતર સ્વરૂપે જોવામાં, દિવ્યગંધ સુંઘવામાં, ઇત્યાદિમાં જોડવામાં આવે છે. આ સૂક્ષ્મ સ્વરૂપના શ્રવણ, દર્શન આદિમાં જોડાયેલી ઈન્દ્રિયે તથા મન બાહ્ય સ્થળ વિષય તરફથી ઉદાસીન બની આંતરમાં જોડાય છે. છેવટે ત્યાંથી પણ મન ઈન્દ્રિયોને ખેંચી લઈ આત્માની અંદર લય કરવામાં આવે છે. ૧૪
મન અને ઈન્દ્રિયે પિતાના સ્વભાવને બદલી જ્યારે આત્મામાં લય થાય છે ત્યારે આત્માની નિર્મળતા પ્રગટ થતી ચાલે છે. મન ઈન્દ્રિયોને નાથ છે. મનની પ્રવૃત્તિ બંધ પડતાં ઈન્દ્રિએ પિતાપિતાના વિષયે માં જતી અટકે છે, તેમ થતાં નવીન કર્મનું બંધન થતું અટકે છે. કર્મોના આવવા રૂપ આશ્રવ બંધ થતાં પૂર્વનાં કર્મોની નિર્જરા થાય છે. ૧૫
આત્મ પ્રદેશ સાથે લેઢામાં ભળેલા અગ્નિની માફક, અથવા દૂધમાં ભળેલા પાણીની માફક જે કર્મો એકરસ થઈ રહેલાં છે તે આત્મ પ્રદેશથી જુદા પડે છે તેને કર્મની નિર્જરા કહે છે. ૧૬
કર્મબંધના હેતુઓને અભાવ થવો અને પૂર્વનાં બધાં કર્મોનું આમ પ્રદેશથી છુટા પડવું થાય છે તેને મેક્ષ કહે છે. આમ સર્વ કર્મના ક્ષયથી શાશ્વત સુખની પ્રાપ્તિ થાય છે. માટે વિષય તરફ પ્રવૃત્તિ કરતા મનને પ્રબળ પ્રયત્ન અટકાવવાની અવશ્ય જરૂર છે. ૧૭