________________
૩.
બંધ થવા તે મનનું મરણ છે. શરૂઆતમાં તો અશુભ સંકને બદલે શુભ સંકલ્પ કરવા પડે છે અને શુભની ટેવ પાડ્યા પછી આત્માને લગતા શુદ્ધ સંકલ્પ કરવાની ટેવ પાડવી પછી સર્વથા સંક૯પ બંધ કરાય છે, તેમાં પણ કાંઈ સદાને માટે આ સંકલ્પ બંધ થતા નથી, પણ થોડે થેડે વખત વધારતા જવું પડે છે. ૧૦
પાછા સંક૯પે આવે છે પણ તે શુભ હોય છે તેમાંથી શુદ્ધમાં જવું થાય છે. ત્યાં સ્થિરતા ન રહી શકે એટલે પાછા શુભમાં આવવું પડે છે. આમ શુભમાંથી શુદ્ધમાં અને શુદ્ધમાંથી સ્વરૂપ સ્થિરતામાં જવા આવવાને અભ્યાસ કર્યા પછી કાળાંતરે વધારે વખત સ્વસ્વરૂપમાં રહી શકાય છે. બધાં કર્મને ક્ષય થવાથી છેવટે સદાને માટે બધી જાતના સંક૯પ નાશ પામે છે. આ મનનું સદાનું મરણ કહેવાય છે. ૧૧ | મન જેમ જેમ સંકલ્પ વિકપ કરતું બંધ થાય છે તેમ તેમ ઉત્તરોત્તર ઇન્દ્રિયેનું મરણ થાય છે. પિતપતાના વિષયમાં ઈન્દ્રિની પ્રવૃત્તિ થવા ન દેવી તે ઈન્દ્રિયોનું મરણ છે. ૧૨
આ ઇન્દ્રિયોને પણ એક જ વખતે તેના વિષયમાં જતી અટકાવાતી નથી, પણ અશુભ પાંચ ઇન્દ્રિયના વિષયમાંથી શુભ દેવ ગુરુના દર્શનમાં, પ્રભુના સંત પુરુષના ગુણગાન સાંભળવામાં, દેવગુરુ આદિના ગુણ ગાવામાં એમજ શરીરને બીજાઓની સેવા ભક્તિમાં, પરમાર્થ અને પોપકારાદિ કાર્યમાં જવામાં આવે છે. ૧૩.