________________
૨૯
તે કામમાંજ લક્ષઆપવું તે સિવાય આજુબાજુ ગમે તેવાં આકર્ષક મનુષ્ય જતાં આવતાં હોય, વાતો કરતાં હોય ગાયન થતું હોય, વાજીંત્ર વાગતાં હોય, કે કોઈ આવજા કરતું હોય છતાં તે તરફ જરા પણ લક્ષ ન આપવું અને આદર કરેલ કઈ પણ વ્યવહારિક કે પારમાર્થિક કાર્ય હોય તે પૂરું કર્યા પછી જ બીજા કામમાં ધ્યાન આપવું. ૩ :
આ એકાગ્રત્તાથી મનુષ્યમાં ગ્રહણ કરવાની, ધારી રાખવાની, અને અરણમાં લાવવાની શક્તિ વૃદ્ધિ પામે છે. બીજાના વિચારો જાણવાની, તે બોલ્યા પહેલાં તે અમુક કહેવા માગે છે ઈચ્છે છે તે સમજવાની અને આપણા વિચારેની ઊંડી અસર બીજાઓ ઉપર કરી શકવાની શક્તિ વધે છે. એ શક્તિના વિકાશ એકાગ્રતાથી થાય છે. ૪
શતાવધાન અને સહસ્ત્રાવધાન જેવાં આશ્ચર્ય ઉત્પન્ન કરે તેવાં સ્મરણ શક્તિનાં કાર્યો એકાગ્રતાથી જ કરી શકાય છે. એકાગ્રતા ખીલવવા માટેનું ઉત્તમ સાધન સાંભળવામાં રહેલું છે. ધર્મનાં વ્યાખ્યાને શ્રવણ કરવાના વખતે એક ચિત્તે સાંભળવાથી એકાગ્રતા શક્તિ ઘણું ઝડપથી ખીલે
બોલનારાના દરેક વિચાર ગ્રહણ કરવા માટે તેના શબ્દમાં એકતાર થવું. તે પ્રસંગે કોઈ ઘંઘાટ કરે, કોઈ માણસે ત્યાં આવે, કે કઈ બેલાવે તે પણ તે સાંભળવા તરફનું લક્ષ ચુકીને તે તરફ ધ્યાન આપવું નહિ. આ