________________
૨૭
વિચારે-પૂર્વના વિચારોથી વિરોધી વિચાર કરીને તે વલણને તે ફેરવી શકે છે, પણ જ્યારે પૂર્વની આ ભાવનાઓ નિકાચિત સ્વરૂપ ધારણ કરીને તે કોઈ પ્રસંગ આવતાં કાર્યરૂપે સકુરી નીકળે છે ત્યારે તે જીવની સ્વતંત્રતા જતી રહે છે, અને તે પરતંત્ર થઈ રહે છે. હવે તેના વિચારે મનનું વલણ કેઈપણ રીતે બદલી શકતા નથી, પણ ઈચ્છાએ કે અનિચ્છાએ તેને આધીન થઈને તે તે અનુભવ કરવા પડે છે. ૨૮
મનુષ્યો ! અત્યારના ચાલુ સંસ્કાર તમને ઈષ્ટ ન લાગતા હોય તે તમે તેનાથી વિરોધી સારા વિચાર કરવાની ટેવ અત્યારથી જ શરૂ કરો. તેથી ભવિષ્યમાં તે સંસ્કારો. બળવાન થઈ પૂર્વને સંસ્કારોને નિર્બળ કરશે. બે ઘેટાંઓ લડે છે તેમાં નાનો હારશે, પણ તે નાને ઘેટો મેટ થતાં, મોટો ઘટે નિર્બળ થઈ ગયે હશે એટલે આ ઘેટે તેને હરાવશે. એદષ્ટાંતે અત્યાર નાને પુરુષાર્થ પ્રબળ થઈ દઢ. મોટો થતાં નિર્બળ પડેલા થયેલા પૂર્વના પુરુષાર્થને હડાવશે. ૨૯
વીજળીના પ્રવાહને જે લેઢાના તારમાં વહેવડાવવામાં આવે છે તે ગરમી ઉન્ન કરે છે, તેજ વીજળીના પ્રવાહને ટેલીગ્રાફના તારમાં વહેવડાવવામાં આવે છે તે ગતિ ઉત્પન્ન કરે છે અને જે તે જ વીજળીના પ્રવાહને ત્રાંબાના તાર દ્વારા વહેવડાવવામાં આવે છે તે પ્રકાશ ઉત્પન્ન કરે છે. આમ એકજ વીજળીનો પ્રવાહ જુદા જુદા સાધને દ્વારા જુદા,