________________
સ્વભાવ ઉપર થઈ ન હોવાથી એમાં વિશેષ બળવાળી શક્તિ ઉત્પન્ન થતી નથી. ૨૩
આ ઉપરથી એ ફલીતાર્થ થાય છે કે કોઈ પણ કાર્ય કરવામાં વિવેક બુદ્ધિને ઉપયોગ કરે, તેને હેતુ શુદ્ધ રાખો, સ્વાર્થ પરાયણતા આવવા ન દેવી અને હૃદયની નિર્મળતા રાખવી. આટલી કાળજી રાખવા પૂર્વક કાર્ય કરનાર નિર્ભય રહે છે અને તેને દુઃખરૂપ પ્રવાહ આગળ લંબાતે અટકી જાય છે. ૨૪
કાર્યમાત્ર વિચાર પછીના સ્થૂલ સ્વરૂપ છે. એક પછી એક એમ એકજ જાતના વિચાર કરતાં કરતાં એ વિચારે જશે એટલે પ્રબળ થાય છે કે તે કોઈ એકાદ પ્રસંગ આવી મળતાં તે વિચાર વર્તનના રૂપમાં પ્રગટ થઈ આવે છે. આપણે જે દ્વેષની ભાવના નિત્ય કર્યા કરીએ તો પછી લાંબા વખતે એવી સ્થિતિમાં આપણે આવી પહોંચીએ છીએ કે તેવો પ્રસંગ આવી મળતાં તે પ્રબળ થયેલી શ્રેષની ભાવનાઓ સ્થૂલરૂપ લઈને અપરાધ કરવાના રૂપે પ્રગટ થાય છે. અર્થાત આપણી પાસે તે એ કેઈમેટો ગુન્હો કે ખૂન પણ કરાવે છે. ૨૫
જે મનુષ્ય પરોપકાર, પરમાર્થ, બીજાનું ભલું કરવાને કે સહાય આપવાનો વિચાર કર્યા કરે છે, તેવા વિચારે વારંવાર ઉત્પન્ન કરીને દઢ ભાવના કરે છે, તે તે પ્રબળ બનેલી ભાવના વડે પ્રસંગ આવી મળતાં તે