________________
વિચારથી પ્રેરાયેલી ગતિને યોગે માનસિક દ્રવ્યના અણુઓને પરસ્પર સંગ થઈને તેમાંથી અનેક આકૃતિઓ ઉત્પન્ન થાય છે. આ બધી મનની જ આકૃત્તિઓ કહેવાય છે. ફરી ફરીને એકની એક બાબત ઉપર વિચાર કરવાથી તે તે જાતના સંસકારો દઢ થાય છે. આ દઢ થયેલા સંસ્કાર વિચારને વર્તાનના રૂપમાં લાવી મૂકે છે. ૧૬
આ વિચારેને બરાબર એગ્ય માર્ગ તરફ ગોઠવી શકાય તે મનની અંદર ધારેલી આકૃતિઓ ઉત્પન્ન કરી શુભ પ્રવાહ વહેવડાવી શકાય છે. તેને માટે જેવી જેવી માનસિક શક્તિ ઉત્પન્ન કરવી હોય તેવા તેવા વિચારે ફરી ફરીને કરવાથી તે તે શક્તિ ઉત્પન્ન કરી શકાય છે અને તેવું વર્તન પણ કરી શકાય છે. ૧૭
જેમ જેમ મનુષ્યની કામના અને તૃષ્ણ ઓછી થતી જાય છે તેમ તેમ આ મનની શુદ્ધિ થતી જાય છે. આ પ્રયત્નથી શુદ્ધ માનસિક દ્રવ્યને સંગ્રહ થાય છે. તેથી તેનું મન સુંદર તેજોમય બને છે. ૧૮
મનુષ્યનું જીવન વિચારમય છે. દર ક્ષણે તે શુભાશુભ વિચાર કર્યા કરે છે. એક જન્મમાં તે જેવા વિચાર કરે છે તે જ તે બીજા જન્મમાં થાય છે. આ નિયમ આપણી માનસિક પ્રકૃતિનું બંધારણ કેવું બાંધવું તે કામ આપણને જ સેપે છે. એટલે તે મનનું બંધારણ સારું હોય તો તેનું માન આપણને છે અને તે નઠારું હોય તો તેમાં દોષ પણ આપણે પિતાને જ છે. ૧૯