________________
-
૨૧
પરિણામ લાવી શકે છે. આ ઉપરથી એ નિશ્ચય થાય છે કે ઈચ્છાનુસાર પરિણામ લાવવામાં કર્મના નિયમેના જ્ઞાનની મુખ્ય જરૂર છે. ૭ - જે મનુષ્ય પિતાનું ભવિષ્ય સુધારી શકે છે તેજ પોતાનું ભાવી પણ બાંધી શકે છે. કેમકે ભાવી પણ આ નિયમાનુસારજ બંધાય છે. જેઓ કર્મના નિયમો જાણે છે તેઓ ઈચ્છાનુસાર પોતાનું ભાવી બનાવી શકે તેમાં કોઈ નવાઈ જેવું નથી. ૮
ભવિષ્યમાં જે સ્થિતિ કે ગતિમાં જન્મ લેવો હોય, જે શકિતઓ પોતાને મેળવવી હોય તે માટેની યોગ્ય સામગ્રી અત્યારથી તૈયાર કરતા રહેવું જોઈએ, અને જે તે તેને લાયક બરાબર તૈયાર થઈ હોય તે તેનું ભાવી બરાબર તેવું જ બંધાય છે. ૯
આ ઉપરથી એ વાત સ્પષ્ટ થાય છે કે મનુષ્ય સર્વથા પરાધીન નથી પણ પિતાની સ્થિતિ કે ભાવી ઘડવા માટે તેઓ સ્વતંત્ર પણ છે આ સ્વાધીનતાનું ભાન સમજાચાથી તે તે કાર્ય માટે તે જીવને ઉત્સાહ વૃદ્ધિ પામે છે ૧૦
જે કર્મ ફળ આપવા તત્પર થયું છે, જેને અનુસારે ઇચ્છાઓ કે અનિચ્છાએ અમુક પ્રકારની ચોકકસ પ્રવૃત્તિ થવાની છે, તે કિયા અટકાવી શકાતી નથી, તેને કર્મનો ઉદય કહે છે. ૧૧ - પૂર્વ જન્મની વિવિધ પ્રવૃત્તિના પરિણામ રૂપે