________________
ટાને ત્યાગ કરી શકે તે રસ્તો બતાવી શકીએ. આથી વધારે કાંઈ કરી શકીએ તેમ નથી. ૨૪
કર્મના અચળ નિયમની અમેઘતા જોઈને ઘણાઓ ડરી જાય છે પણ તેમાં તેવું કરવા જેવું કાંઈ નથી. જેમ કર્મની સત્તા બળવાન છે, તેમ આત્માની સત્તા તેના કરતાં અનંત ગુણી બળવાન છે. એગ્ય સાધને એકઠાં કરી પુરુષાર્થ કરતાં આત્માની સત્તા આગળ કર્મો ધ્રુજી ઉઠે છે. રપ
પ્રકરણ ૪ થું.
કાર્યકારણના નિયમે
કર્મનો સામાન્ય અર્થકરાય તે કર્મ. આ અપેક્ષાએ કાર્ય થાય છે. આ કાર્ય માત્રને કારણે હેવું જોઈએ. દરેક કાર્ય ભૂતકાળમાં થયેલા કારણનું કાર્ય છે, અને તેજ કાર્ય ભવિષ્યમાં થવાના કાર્યનું પાછું કારણ થાય છે. આ પ્રમાણે જેમાં દરેક કર્મ એક રીતે કાર્ય છે અને બીજી રીતે જોતાં કારણ છે આ રીતે કાર્યમાત્રને કાર્યકારણ સંબંધ છે. ૧ ( વિશ્વમાં સર્વત્ર કાર્યકારણનો નિયમ સરખો છે. તેમાં અકસ્માત્ થઈ જવા જેવું કાંઈ સંભવતું નથી. જેને સદુભાગ્ય કહેવામાં આવે છે તે કંઈ કેઈ દેવાદિની કૃપા વડે કે અકસ્માત્ પ્રાપ્ત થતું નથી, એ પણ પૂર્વના કર્મનું જ પરિણામ છે. ૨