________________
મનુષ્યોએ નિરંતર આ નિશ્ચય દઢ રાખવો જોઈએ કે “મને સુખ દુઃખ આપનાર બીજો કોઈ નથી, પણ હું પિતે જ છું.” મારાં અગ્ય કર્મ સિવાય બીજો કોઈ મારો એક વાળ પણ વાંકો વાળવા સમર્થ નથી. આ નિશ્ચયમાંજ મનુષ્યનું વાસ્તવિક બળ સમાયેલું છે. આ કારણથીજ મહાવીર પ્રભુએ આત્માને સત્તાગતે સિદ્ધ સમાન અનંત શક્તિવાન કહે છે. ૨૧
નિર્બળતા જ બીજા ઉપર આધાર રાખવા પ્રેરે છે. જે ફળ માટે જે પ્રાણી લાયક છે તેને તેટલું તેવા પ્રકારનું ફળ આપીને કર્મની સત્તા ખલાસ થાય છે તે ફળમાંથી ઉગારવા માટે હજારે મનુષ્ય કે દેવે તેની વહારે આવે છતાં તેનું કાંઈ પણ વળતું નથી. રર
અહીં એ શંકા થાય તેમ છે કે જે આમ જ છે તો પછી દેવની, ગુરુની કે બીજા પુરુષની સહાય લેવાથી શે લાભ છે? ઉત્તર એ છે કે બીજા ગુર્નાદિકે સુખ ઉપાર્જવા કે દુઃખ ટાળવાની સમજણ, બેધ કે સલાહ આપી શકે, સત્કર્મ કરવાને ઉત્સાહ આપે કે દુષ્કર્મથી બચવાની ચેતવણી આપી શકે, તેમાં નિમિત્ત કારણ થાય. આથી વિશેષ અધિક બીજાઓ આપણા લાભમાં કાંઈ પણ કરવા સમર્થ નથી. ૨૩
આપણે બીજાના ઉપર ઉપકાર કરવા ધારીએ તો તેને ઉત્તમ ફળ માટે સારાં બીજ વાવવાની ભલામણ કરી શકીએ. આપણું ઉત્તમ ચારિત્ર અને અનુભવથી સન્માર્ગે વાળવા જેવી સારી છાપ પાડી શકીએ. ઈષ્ટની પ્રાપ્તિ અને અનિ