________________
સમર્થ નથી. એક કીડી જેવા નાના જતુથી લઈ ચકવતી કે ઈન્દ્રાદિને જે જે સુખ યા દુઃખ થાય છે તે તેની ગ્ય કે અગ્ય કૃતિમાંથી જ મળે છે. તેમનું કર્મ જ સુખ દુઃખનું કારણ છે. ૧૩
જે જેને લાયક નથી. તે તેને મળતું નથી. આ સત્ય ભૂલીને મનુષ્ય ઘણીવાર કોઈ કલ્પિત સત્તા આગળ જે પોતાના કર્તવ્યમાંથી ફળ મળવું જોઈએ તેને બદલે બીજા ફળની પ્રાર્થના કરે છે. પિતાને માટે કુદરતના એ અચળ નિયમને ફેરવવા આજીજી કરે છે. પણ હે ભ્રાંતિવાન્ મનુષ્ય! આવી આજીજી કરી તારાં કર્તવ્યના પરિણામમાંથી છુટવાને તારે પ્રયત્ન નિષ્ફળ છે. ૧૪
તે ફળને નિષ્ફળ કરવાની મહાસત્તા આગળ દયામણું મુખ કરી આંસુ લાવવાની તારી મહેનત ફેગટ છે, માટે તારી અગ્ય કૃત્તિનું ઉદય આવેલું પરિણામ સિંહની માફક મરદ થઈને ભગવ. બકરાની માફક બરાડા ના પાડ. તે સત્તાના હાથની તે બાજી જ નથી કે તે તેને તેમાંથી મુક્ત કરે, જે કાંઈ છે તે તારા હાથનીજ બાજી છે. ૧૫
તમે એક સ્વતંત્ર શક્તિ છે, તમને પુરુષાર્થ કરવાની સત્તા અને અવકાશ છે. માટે પ્રાર્થના કરીને એકને બદલે બીજું ફળ આપવાની માંગ કરવાની મૂર્ખતા ભરેલી પ્રવૃત્તિ બંધ કરે, હેરાન ન થાઓ. કર્મ કરતી વખતે સાવધાન રહો. ૧૬,