________________
જે કમલ જથ્થો સત્તામાં સંગ્રહિત થયેલ છે તે સત્તા કહેવાય છે. ધ્યાનાદિ ઉત્તમ પરિણામના ચગે તેમાં કેટલેક ફેરફાર કરી શકાય છે. ૧૨
અત્યારની શુભાશુભ પ્રવૃત્તિના પરિણામે જે ભવિષ્ય બંધાય છે તે વર્તમાન કાળે ક્રિયમાણ કર્મ કહેવાય છે કર્મ બંધનમાં રાગદ્વેષના પરિણામવાળી લાગણીઓ મુખ્ય ભાગ ભજવે છે. ૧૩
દરેક જીવ પિતાના કર્મવડે પિતાની કાર્ય કરવાની શક્તિ ઉત્પન્ન કરે છે, તેમજ પિતાની અમુક શરીરમાં, દેશમાં કાળમાં કે ભાવમાં રહેવાની મર્યાદા પણ પિતેજ બાંધે છે. છતાં આ મર્યાદાને વધારવા કે શકિતઓને ખીલવવા તે કેવળ સ્વતંત્ર છે. આ મર્યાદા અને શકિતને સંકુચિત પણ એ જ જીવ કરી શકે છે. ૧૪
કર્મનાં જે બંધન મનુષ્યને નડે છે તે તેણે પિતેજ બાંધેલાં છે. એ બંધનેને મજબુત કરવાં કે ઢીલાં કરવાં અથવા તેડવાં એ તેનાજ હાથમાં છે. કુંભાર જેમ માટી લઈને તેમાંથી નવા નવા ઘાટ ઘડે છે તેમ જીવ પણ કર્મ દ્વારા-પરિણામે કરીને નવાં નવાં કર્મને સંગ્રહ કરે છે અને ઘાટ ઘડે છે. ૧૫
કર્મ કરવાનાં જે જે સાધન છે તેમાં વિચાર એ બહુ અગત્યનું સાધન છે. કેમકે વિચાર એ જીવની શક્તિને વહેવાને કરે છે. જીવ વિચારદ્રારા મનમાં પ્રગટ થાય છે.