________________
૩૭
પહેલે પ્રકાર હથીયારની સામે હથીયાર ફેંકી અશુભની સામે શુભ ઉભું કરી કર્મની સત્તા તોડવાનું છે. બીજો પ્રકાર પૂર્વનાં ઉદય આવેલ કર્મને સમભાવવાળા અબંધ પરિણામે ભેગવી ક્ષય કરવાનું છે. ૩
કર્મને નિયમ અચળ છે માટેજ એક પરિણામને નિષ્ફળ કરવા અન્ય કાર્ય કરવાને અવકાશ રહે છે. એક નિયમની સામે બીજે વિરેાધી નિયમ પ્રેરવાથી અને વિરોધી સો એક બીજા સાથે અથડાઈને સર્વ વિનાના થાય છે અને તેમ થતાં આત્મા પિતાને આગળનો માર્ગ ખુલ્લો કરી શકે છે. ૪
જે નિયમની સત્તાથી એક પરિણામ ઉત્પન્ન થાય છે તેના વિરોધી પરિણામને ઉત્પન્ન કરવાનું જ્ઞાન જે મનુષ્યને હેય તે ગમે તેવાં ખરાબ દુઃખમાંથી મનુષ્ય બચી શકે છે. આવી વિરોધી સામગ્રીના જ્ઞાન વિનાનો મનુષ્ય નિયમની સત્તાને ગુલામ રહે છે. પણ
મનુષ્ય કર્મની સામે લડી શકતો નથી પણ તેના નિયમોનું જ્ઞાન કરીને એક નિયમના બળ સામે બીજા નિયમને પ્રેરીને પ્રથમના નિયમનું બળ દૂર કરી શકે છે. તેથી તે આત્મા પોતાનું ભાવી પિતાની ઈચ્છાનુસાર ઘડે છે. અભ્યાસ અને અનુભવથી આ જ્ઞાન મળે છે. ૬
જ્યાં સુધી કર્મો ફળ આપવાને તૈયાર થયા નથી ત્યાં સુધી તેનામાં ફેરફાર કરવાનું સ્વાતંત્ર્ય આત્માને રહેલું છે. આત્મા સર્વથા પરાધીન નથી. ૭