________________
૧૫
કુદરત તમને સેપે છે, પણ પછી તેનાથી ઉત્પન્ન થતા પરિણામમાંથી તમે છુટી શકે તેમ નથી, આ કર્મને મહાન નિયમ છે. ૯
કર્મના કાયદામાં દયા નથી, કૃપા કે પ્રભુ પ્રસાદને તેમાં અવકાશ નથી. જે તેમ હોય તે કર્મનો નિયમ અચળ છે એમ જ કહેવાય. અને એવી અચોક્કસતા હોય તે કઈ સામગ્રીમાંથી કયું પરિણામ આવશે એને નિર્ણય બને નહિ. અને જે એમ થાય તે મનુષ્યને બધે પુરુષાર્થ અટકી પડે, માટે જ કહેવામાં આવે છે કે કુદરતમાં દયા નથી પણ ચેકસ ન્યાય તો છે જ. ૧૦
જે કર્મની એ સત્તા દયાવાન અને નબળા હૃદયની હોય તે મનુષ્યની કરુણુ ઉત્પન્ન થાય તેવી આજીજીથી દરેક પળે પિતાને નિયમ ફેરવતી જાય તેમ થતાં કર્મનું એક સરખું ધારણ ન રહે અને અવ્યવસ્થા જ વધી પડે. ૧૧ | સર્વ પ્રકારનાં ફળ મનુષ્ય પોતાના કર્તવ્યમાંથી જ મેળવે છે. આ સત્યનું દર્શન પ્રભુ મહાવીરદેવે વિશ્વને કરાવ્યું છે. એ અનુભવ સિદ્ધ નિયમમાં કઈ પણ ઉચ્ચતર સત્તા ડખલગીરી કરવાને સમર્થ નથી. આ સત્ય જ્યારે જ્યારે ભૂલી જવાય છે ત્યારે ત્યારે આવા મહાન પુરૂષ પ્રગટ થઈ વિશ્વને તે સત્ય ફરી ફરીને સમજાવે છે કે, કુદરતની આ સૃષ્ટિમાં કૃપા કે પ્રસાદને સ્થાન જ નથી- ૧૨
કઈ કઈને સુખ કે દુઃખ ઉત્પન્ન કરવા કે આપવા