________________
પ્રસ્તાવના
આ પુસ્તકનું નામ “પ્રભુના પંથે જ્ઞાનનો પ્રકાશ” એટલા માટે રાખવામાં આવ્યું છે કે, આ પુસ્તકના જુદા જુદા વિષયો આત્માને જ્ઞાનને પ્રકાશ આપનાર છે, કર્મથી બંધાએલ આત્મામાં અજ્ઞાનની મુખ્યતા હોય છે, અજ્ઞાન એજ સંસારમાં ભૂલાભમતા જીવને અંધકાર છે. જ્ઞાન એ પ્રકાશ છે. પ્રભુના માર્ગે ચાલતાં જ્ઞાનને પ્રકાશ જે સાથે હોય તો તે માણસ આડેઅવળે રસ્તે ને અથડાતાં સીધો ધારેલ સ્થાને પહોંચે છે, તેમ જ્ઞાન માયામાં મુંઝાઈ ગયેલ જીને સીધા પ્રભુના માર્ગના પથિક બનાવે છે.
આ પુસ્તકમાં જુદા જુદા અઢાર વિષય છે, છતાં તે બધા એક પ્રભુના માર્ગમાં જુદા જુદા રૂપે મદદગાર છે. કઈ જાણવા રૂપે, કોઈ કરવા રૂપે, અને કઈ ત્યાગ કરવા રૂપે ઉપયોગી છે. યોગ્ય સાધક પિતાને જોઈતી વસ્તુ લાયકાત પ્રમાણે ગ્રહણ કરી લેશે. આ પુસ્તકમાં મારા વિચારો સાથે અનેક જ્ઞાની ભગવંતોના ઉપદેશના ઝરણું છે.
સાકર અંધારે ખાય તો પણ ગળી લાગે તે જ રીતે આ નાનું પુસ્તક ખરેખર સ્વપરના ઉપકારના માટે જ થશે. પ્રેમ આત્મ સ્વરૂપ છે, જે જેની શોધ કરે છે તે તેને મેળવે છે. આત્મા સ્વતંત્ર છે, કાર્યકારણના નિયમો અચળ છે, એકાગ્રતા પૂર્વક ધ્યાન કરવા ગ્ય છે, કર્મની સત્તા તોડવાનું જ્ઞાન, આત્માનો પુસ્વાર્થ, વિચાર અને ઈચ્છાના બળને ઉપગ, જીવનની પવિત્રતા, માયાનો ત્યાગ, સત્યની પ્રાપ્તિ માટે દિશાનું બદલાવવાપણું, વિચારશકિત અને તેની થતી અસર આધ્યાત્મિક જીવન, પિતાના પગ ઉપર ઉભા રહેવાપણું, આત્માનું જ્ઞાન, તેની પ્રાપ્તિ માટે કેવી રીતે કયાંથી શરૂઆત કરવી