________________
મહાન કષ્ટ ઉઠાવી ત્યાંના રાજાને પ્રતિબોધ આપી તે જીને બચાવ કરાવ્યો હતો. ૧૦
ગૃહસ્થાશ્રમમાં પણ ત્યાગી જીવનને શોભાવે તેવું ધાર્મિક જીવન ગુજારનાર સુદર્શન શ્રેણીઓ અભયા રાણને બચાવવા ખાતર મૌન ધારણ કરી આત્મિક પ્રેમને લીધે શુળીએ ચડવાનું સ્વીકાર્યું હતું. આ સર્વ આત્મિક પ્રેમની જ છાયા છે. ૧૧ | તીર્થકર દેના સમવસરણમાં ગાય અને સિંહ, બકરી અને વાઘ, બિલાડી અને ઉંદર, સાપ અને મેર આવા જ બીજાં સહજ વિરોધી સ્વભાવવાળા એ એકી સાથે શાંતિથી બેસે છે અને પિતાનું જાતિ વેર ભૂલી જાય છે તેનું એક કારણ છે કે તે તીર્થકર દેવેએ પિતાના જીવનમાં વિશ્વવ્યાપી પ્રેમ પ્રગટ કરેલ છે. ૧૨
પશુઓ પણ કેટલેક દરજજે પ્રેમને સમજે છે. પિતા તરફ પ્રેમ બતાવનાર મનુષ્ય તરફ ધાન પિતાની પૂંછડી હલાવીને, ઘોડાઓ હષારવ કરીને ગાયે અને સે પિતાના માલીક તરફ પ્રેમાળ નેત્ર બતાવીને પોતાનો પ્રેમ પ્રગટ બતાવે છે. ૧૩
ખરા પ્રેમાળુ અતઃકરણના મનુષ્યને ઉપદેશ ઘણે ભાગે નિરર્થક જતો નથી. લોકો તેને હૃદયથી ઈછે છે. તેનાં વચને અમોઘ હોય છે ને અને તેથી જીવેના હૃદયમાં સદાને માટે તેની ઉંડી અસર સન્માન સાથે છેતરાઈ રહે છે. ૧૪