________________
- આ જગત્ દયા કરનારના અભાવે જ દુઃખી છે. તે જીવોને આત્મિક બંધ ન મળવાથી જ તેઓમાં આત્માની અનંત શક્તિ છુપાયેલી-દબાયેલી જ પડી રહેલી છે. દયાળુ પ્રેમાળું મહાત્માઓની મદદથી તેઓની શક્તિ ઘણી ઝડપથી બહાર આવે છે. ૧૫
પ્રેમ કદી નિષ્ફળ થતો નથી પ્રેમ જે લેણું પાછું આપનાર–બદલે વાળી દેનારે જગતમાં કઈ ઉત્તમ સદ્દગુણ નથી. ૧૬ - તમારામાં જે પ્રેમ હોય તો વિશ્વના તમામ જીવો તરફ ભેદ ભાવ રાખ્યા વિના પ્રેમને વરસાદ વરસાવે. પ્રેમમાં ભેદભાવ કે વિલંબ ન શોભે. ગરીબો કરતાં તવંગરો તરફ વધારે પ્રેમ રાખે. કેમકે તેના જેવા દયાપાત્ર છે બીજા ભાગ્યે જ મળશે. ૧૭
આ વાત દેખીતી રીતે તમને પક્ષપાતવાળી લાગશે પણ વિચાર કરશે તો તમને જણાઈ આવશે કે, તેમનું જીવન આશા, તૃષ્ણા, લેભ, ઈર્ષા અભિમાનાદિથી ભરપુર હોય છે. અનુકૂળ વિષચેના ભાગે પગ આગળ–આડે પરમાર્થ સાધવાનું કે પરોપકાર કરવાનું તેમને ભાગ્યે જ સુઝે છે. ૧૮
પતે દુઃખ અનુભવ્યું ન હોવાથી તેમને દુઃખીઓના દુઃખનું ભાન કે દાઝ હોતી નથી, પાંચ ઈન્દ્રિયના પિષક વિર્ષની પ્રાપ્તિને લઈને તેઓ સુખી જણાય છે. છતાં