________________
થઈને તે ગુણે તે જીવની અંદર દાખલ થાય છે. આ ઉદાર સ્વભાવને લીધે તે તેવા ગુણોથી ભૂષિત થાય છે. ૨૩
પ્રેમી જીવનમાં અભિમાન ન હોય, તે પિતાના ઉત્તમ કાર્યો બીજાને કહી ન બતાવે. એ ગુપ્ત અભિમાન છે. બીજામાં ઉત્સાહ રેડવા પ્રસંગોપાત વાત કરે તે પણ તેને પ્રસંગે તેમાં આત્મપ્રશસા ન આવે તેવું ભાન. રાખ્યા કરે. ૨૪ .
સારાં કર્તાને બદલે તેની ઈચ્છ. કામ કરી બદલે માગો તે પ્રેમમાં ન હોય, વ્યવહારિક લેવડ દેવડમાં તેમ બને. નમ્રતાના ગુણથી આકર્ષાઈ અભિમાની છે પણ તેની પાસેથી સગુણ મેળવી શકે છે. પાપી જી તરફ પણ તેને અભાવ ન હોવાથી તેઓ તેનાથી સુધરી શકે છે. ૨૫
પ્રેમી જીવમાં સ્વાર્થ ન હોવાથી તેના ઉપદેશની અસર સારી થાય છે. સ્વાર્થ ત્યાગની ખરી મૂર્તિઓ જ વિશ્વના નાયક બને છે. ૧૬
સેવા કરવાથી જ આત્માની મહાન શક્તિઓને વિકાસ થાય છે. ત્યાગમાં જે આત્માની ઉન્નતિ રહેલી છે. જેણે મહાન થવાનું હોય છે, તેણે સર્વસ્વને ભેગ આપવા જોઈએ. ૨૭
કાધને અને પ્રેમને આપસમાં વિરોધ છે. ક્રોધ નુકશાનકારક તત્વ છે. મનુષ્ય સ્વભાવની નબળાઈ અને કર્મના સિદ્ધાંતનું અજ્ઞાન એ કોધ કરનારમાં રહેલાં સૂચવે છે. ૨૮